રોચડેલનો ગ્રૂમિંગ રીંગલીડર જેલમાંથી મુક્ત, દેશનિકાલ કરવા આડે અવરોધો

રોચડેલ ગ્રૂમિંગ ગેંગ સ્કેન્ડલનો રીંગ લીડર 73 વર્ષીય શાબિર એહમદ જેલમાંથી મુક્ત થયો છે પરંતુ ઇમિગ્રેશન એક્ટની એક જોગવાઇને કારણે તેને દેશનિકાલ કરી શકાશે નહીં. આ જોગવાઇ એમ કહે છે કે 1973 પહેલા યુકે આવેલા કોમનવેલ્થના કોઇપણ નાગરિકને દેશનિકાલમાંથી મુક્તિ અપાય છે.

લંડનઃ રોચડેલ ગ્રૂમિંગ ગેંગ સ્કેન્ડલનો રીંગ લીડર 73 વર્ષીય શાબિર એહમદ જેલમાંથી મુક્ત થયો છે પરંતુ ઇમિગ્રેશન એક્ટની એક જોગવાઇને કારણે તેને દેશનિકાલ કરી શકાશે નહીં. આ જોગવાઇ એમ કહે છે કે 1973 પહેલા યુકે આવેલા કોમનવેલ્થના કોઇપણ નાગરિકને દેશનિકાલમાંથી મુક્તિ અપાય છે. રોચડેલમાં ચાઇલ્ડ સેક્સ અપરાધોમાં એહમદને વર્ષ 2012માં જેલની સજા ફટકારવામાં આવી હતી અને તેને પણ આ છૂટછાટનો લાભ મળતો હોવાથી દેશનિકાલ કરી શકાશે નહીં. જેલમાંથી મુક્તિ બાદ તેના પર કેટલાક નિયંત્રણો લાગુ રહેશે જેના માટે કરદાતાઓના નાણાનો ઉપયોગ કરાશે.

હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, એહમદના અપરાધો આપણા દેશના ઇતિહાસનો કાળો અધ્યાય છે. મુક્તિ બાદ પણ તે આજીવન સેક્સ ઓફેન્ડર રજિસ્ટરમાં સામેલ રહેશે. તેને પીડિતોથી દૂર રહેવા પણ આદેશ અપાયો છે. ઇલેક્ટ્રોનિક ટેગ સાથે તેની દરેક હિલચાલ પર નજર રખાશે.

એહમદનો દેશનિકાલ સુનિશ્ચિત કરવા બર્નહામની કવાયત

રોચડેલ ગ્રૂમિંગ ગેંગના રીંગલીડર શાબિર એહમદને દેશનિકાલ કરવા બર્નહામ તમામ પ્રયાસ કરશે. પીએમ ઇન વેઇટિંગ બર્નહામે જણાવ્યું હતું કે, હું ઇચ્છું છું કે એહમદને દેશનિકાલ કરાય અને તે સુનિશ્ચિત કરવાના માર્ગ શોધી કાઢવા હું સરકારના સીનિયર મંત્રીઓને સૂચના આપીશ. તેમણે જણાવ્યું હતું કે, દરેકની જેમ હું પણ ઇચ્છું છું કે આ રીઢા અપરાધીને દેશનિકાલ કરાય.

પાકિસ્તાન ઇનકાર કરશે તો બ્રિટન પ્રતિબંધો લાદવા તૈયાર

શાબીર એહમદને પરત લેવા ઇનકાર કરશે તો બ્રિટન પાકિસ્તાન પર વિઝા પ્રતિબંધ લાદી શકે છે. બ્રિટન દ્વારા પાકિસ્તાનને અપાતી વાર્ષિક 50 મિલિયન પાઉન્ડની વિદેશી સહાય રોકવા અને અન્ય નાણાકીય પ્રતિબંધો લાદવા જેવા અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

રોચડેલનો ગ્રૂમિંગ રીંગલીડર જેલમાંથી મુક્ત, દેશનિકાલ કરવા આડે અવરોધો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.