વરુણ બેવરેજીસનો $ 32 મિલિયનમાં DFIL કેન્યા સાથે સોદો

નાઈરોબીઃ વરુણ બેવરેજીસ (VBL)ની કેન્યા શાખા VBL ઈન્ડસ્ટ્રીઝ (કેન્યા)એ દેવયાની ફૂડ્સ ઈન્ડસ્ટ્રી (કેન્યા) (DFIL Kenya)ના ડેરી બેવરેજીસ, જ્યૂસીસ અને પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર બિઝનેસીસને 32 મિલિયન ડોલર (અંદાજે રુપિયા 3050 મિલિયન)માં ખરીદવા સંમતિ સાધી છે. 

નાઈરોબીઃ વરુણ બેવરેજીસ (VBL)ની કેન્યા શાખા VBL ઈન્ડસ્ટ્રીઝ (કેન્યા)એ દેવયાની ફૂડ્સ ઈન્ડસ્ટ્રી (કેન્યા) (DFIL Kenya)ના ડેરી બેવરેજીસ, જ્યૂસીસ અને પેકેજ્ડ ડ્રિન્કિંગ વોટર બિઝનેસીસને 32 મિલિયન ડોલર (અંદાજે રુપિયા 3050 મિલિયન)માં ખરીદવા સંમતિ સાધી છે. આ એક્વિઝિશનમાં તેની સાથે સંકળાયેલી તમામ સંપત્તિનો સમાવેશ થાય છે. આ સોદો કરારની શરતોને આધીન 1 ઓગસ્ટ, 2026 અથવા તેના પહેલા સંપન્ન કરાશે. DFIL Kenyaની ઉત્પાદન ફેસિલિટી કેન્યાના નકુરુમાં આવેલી છે  VBL કેન્યા આ સ્થળે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિન્ક્સનું ઉત્પાદન કરવાની તૈયારી કરી રહેલ છે. વરુણ બેવરેજીસ વિશ્વમાં યુએસની બહાર પેપ્સીકોની સૌથી મોટી ફ્રેન્ચાઈઝીસમાં એક છે તેમજ ભારતમાં 26 રાજ્ય અને છ યુનિયન ટેરિટરીઝ તેમજ નેપાળ, શ્રીલંકા, મોરોક્કો, સાઉથ આફ્રિકા સહિતના દેશો માટે પણ પેપ્સીકો પ્રોડક્ટ્સની ફ્રેન્ચાઈસી ધરાવે છે.

વરુણ બેવરેજીસનો $ 32 મિલિયનમાં DFIL કેન્યા સાથે સોદો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.