શાળાની 8 વિદ્યાર્થિનીઓ સામે 16 સહાધ્યાયીની હત્યાનો આરોપ

કિબેરા હાઈ કોર્ટે કેન્યાની રિફ્ટ વેલીની શાળાની ડોરમેટરીમાં મે મહિનાની 28મીએ લાગેલી આગમાં 16 સહાધ્યાયીની હત્યા કરવાનો આરોપ શાળાની 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ લગાવ્યો છે. આગના કારણે કેન્યાની બોર્ડિંગ સ્કૂલ્સમાં સુરક્ષા અને વિદ્યાર્થીમાં રોષ અને અસંતોષના મુદ્દા બહાર આવ્યા છે.

નાઈરોબીઃ કિબેરા હાઈ કોર્ટે કેન્યાની રિફ્ટ વેલીની શાળાની ડોરમેટરીમાં મે મહિનાની 28મીએ લાગેલી આગમાં 16 સહાધ્યાયીની હત્યા કરવાનો આરોપ શાળાની 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ લગાવ્યો છે. આગના કારણે કેન્યાની બોર્ડિંગ સ્કૂલ્સમાં સુરક્ષા અને વિદ્યાર્થીમાં રોષ અને અસંતોષના મુદ્દા બહાર આવ્યા છે.

કેન્યાના પશ્ચિમ-મધ્ય વિસ્તારની નકુરુ કાઉન્ટીના ગિલગિલમાં ઉટુમિશી ગર્લ્સ એકેડેમી સીનિયર સ્કૂલની ડોરમેટરીમાં લાગેલી આગમાં 16 છોકરીઓનાં મોત થયાં હતાં જ્યારે અન્ય 79 સ્ટુડન્ટ્સને ઈજા પહોંચી હતી. શાળામાં 15થી 18 વર્ષ સુધીના સ્ટુડન્ટ્સ હતાં. આઠ આરોપી નાઈરોબીની કિબેરા હાઈ કોર્ટ સમક્ષ હાજર થઈ હતી અને આરોપોને નકાર્યાં હતાં. પ્રોસીક્યુટર્સે આ કેસમાં વધુ વિગતો પુરી પાડી નથી.

કેન્યાની શાળાઓમાં આગ સામાન્ય ઘટના છે અને ઘણી આગ કઠોર શિસ્ત અને સુવિધાઓના અભાવ સામે વિરોધના પરિણામે વિદ્યાર્થીઓ દ્વારા લગાવાય છે. ન્યેરી કાઉન્ટીમાં હિલસાઈડ એન્ડારાશા એકેડેમી ખાતે 2024માં લાગેલી આગમાં 21 બાળકોનાં મોત થયાં હતા. સૌથી ખરાબ આગ નાઈરોબીની બહાર ક્યાંગુલી સેકન્ડરી સ્કૂલમાં 2001મા લાગેલી હતી, જેમાં 67 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા હતા.

શાળાની 8 વિદ્યાર્થિનીઓ સામે 16 સહાધ્યાયીની હત્યાનો આરોપ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.