સંસ્થા સમાચાર (અંક 11 જુલાઇ 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• નવનાત વડીલ મંડળ (એનવીએમ) દ્વારા તા. 10 જુલાઇના રોજ આયુષ્યના 85 વર્ષ અને 90 વર્ષનું શાનદાર સિમાચિહ્ન હાંસલ કરનાર સભ્યોનો સન્માન સમારંભ અને ઉજવણી. સમયઃ સવારે 10.30 વાગ્યે બ્રેકફાસ્ટ, 11.45 કાર્યક્રમ પ્રારંભ અને બપોરે 2.00 વાગ્યે લંચ. માત્ર સભ્યો માટેના આ કાર્યક્રમમાં હાજરી માટે રજિસ્ટ્રેશન ફરજિયાત છે. કોઓર્ડિનેટર્સઃ મીનાબહેન સંઘાણી (07766 858283) અને બંસરીબહેન રુપાણી (07769 687261) તા. 17 જુલાઇના રોજ એનવીએમ એન્યુઅલ જનરલ મિટીંગ. આ વર્ષની જનરલ મિટીંગમાં દ્વિવાર્ષિક ચૂંટણીનો પણ સમાવેશ થાય છે, જે આ જ દિવસે યોજાશે. સંસ્થાના તમામ કાર્યક્રમોની વધુ વિગતો માટે જૂઓ વેબસાઇટઃ www.navnat.com

• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 12 જુલાઇ - સમયઃ બપોરે 3.00થી 6.00 (સ્થળઃ લેઉવા પાટીદાર સમાજ, યોર્કશાયર, બ્રેડફોર્ડ, લેગ્રામ્સ લેન, બ્રેડફોર્ડ - BD7 2BA) કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569.
• જૈન આશ્રમ બર્મિંગહામની સ્થાપનાના 50 વર્ષ પ્રસંગે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી તા. 11 જુલાઇના રોજ. સવારે 10.30 વાગ્યે - સ્વાગત અને ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી, 12.30 વાગ્યે - સ્વામીવાત્સલ્ય (ભોજન), 2.00 વાગ્યે સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાંજે 4.00 વાગ્યે હાઇ ટી તથા નેટવર્કીંગ. વીકએન્ડના સવારના અભિષેક અને પૂજા સવારે 8.30થી 10.00. કાર્યક્રમ અંગેની વધુ વિગત માટે સંપર્કઃ અમિત જૈન - 07738 763 239. સ્થળઃ ઇન્ટરનેશનલ મહાવીર જૈન મિશન, જૈન આશ્રમ, 322 હેમસ્ટેડ રોડ, હેન્ડ્સવર્થ વુડ, બર્મિંગહામ - B20 2RA
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 14થી 20 જુલાઇ શ્રી રાધા કૃષ્ણ ટેમ્પલ (253 એજ લેન, લિવરપુલ - L7 9LB. વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• વિરાયતન - યુકે દ્વારા પદ્મશ્રી પ.પૂ. તાઇ મા (આચાર્યાશ્રી ચંદનાજી) પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને તેમના સેવા - શિક્ષા - સાધનાના વારસાને બિરદાવવા પૂ. સાધ્વીજી શ્રી શીલાપીજીની નિશ્રામાં વિશેષ કાર્યક્રમ. તા. 19 જુલાઇ (સવારે 10.30 વાગ્યાથી, લંચ 12.30 વાગ્યાથી) સ્થળઃ જેએફએસ સ્કૂલ, ધ મોલ, હેરો - HA3 9TE. (વધુ માહિતી માટે સંપર્કઃ નીલેશ કોઠારી - 07718 580 596)
•••

સંસ્થા સમાચાર (અંક 11 જુલાઇ 2026)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.