સબસે ‘ઊંચી’ પ્રેમસગાઇ...

ન્યૂયોર્કમાં આવેલી વિખ્યાત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના 1454 ફૂટ ઊંચા એન્ટેના પર કોઇ પણ જાતના સુરક્ષા સાધનો વગર ચઢી જવું અને ત્યાં જઇને એકમેકને જીવનભરનો સાથ નિભાવવા માટે પ્રપોઝ કરવું... કોઇ વાત કરે તો પણ લાગે કે કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના, પણ આટલા ઊંચી ઇમારત પર જોખમી રીતે ચઢવાનું આવું (દુઃ)સાહસ એક રશિયન કપલે કરી દેખાડ્યું છે.
ન્યૂયોર્કમાં આવેલી વિખ્યાત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના 1454 ફૂટ ઊંચા એન્ટેના પર કોઇ પણ જાતના સુરક્ષા સાધનો વગર ચઢી જવું અને ત્યાં જઇને એકમેકને જીવનભરનો સાથ નિભાવવા માટે પ્રપોઝ કરવું... કોઇ વાત કરે તો પણ લાગે કે કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના, પણ આટલા ઊંચી ઇમારત પર જોખમી રીતે ચઢવાનું આવું (દુઃ)સાહસ એક રશિયન કપલે કરી દેખાડ્યું છે. રુફટોપર કપલ તરીકે નામના ધરાવતા એન્જેલા નિકોલાઉ અને ઇવાન બીરકસે તેમના આ સાહસને પ્રેમ અને શાંતિનો સંદેશ ગણાવ્યો છે. ગયા બુધવારે બન્ને બિલ્ડિંગ પર ચઢ્યા, પ્રેમ સંદેશ ધરાવતું બેનર લહેરાવ્યું અને ઇવાને એન્જેલાને પ્રપોઝ કર્યું. હેલિકોપ્ટરથી વીડિયો પણ રેકોર્ડ કરવામાં આવ્યો, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ ગયો છે. આભને આંબતી ઇમારત પરથી નીચે ઉતરતાં જ ન્યૂયોર્ક પોલીસે બન્નેની ધરપકડ કરીને ચોરીના ઇરાદે ઘૂસણખોરી કરવાનો અને બેદરકારીથી જીવને જોખમમાં નાંખવા સહિતના આરોપસર ગુના નોંધ્યા છે.
