સરદાર પટેલ યુનિવર્સિટીના બી.એડ.ના ટોપરને અપાશે ‘વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ’

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. સરદાર પટેલ યુનિવર્સિટીના બેચલર ઓફ એજ્યુકેશન અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી પ્રશિક્ષણાર્થીને પ્રતિવર્ષ ‘વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ’ એનાયત કરાશે.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. સરદાર પટેલ યુનિવર્સિટીના બેચલર ઓફ એજ્યુકેશન અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર તેજસ્વી પ્રશિક્ષણાર્થીને પ્રતિવર્ષ ‘વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ’ એનાયત કરાશે. આ પવિત્ર અને શૈક્ષણિક કાર્ય માટે પંચાળા ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના દિવ્ય આશીર્વાદ સાથે વડતાલ સંસ્થાન દ્વારા એક વિશેષ ભંડોળ અર્પણ કરાયું છે. વડતાલ સંસ્થાનના ચેરમેન પ.પૂ. શાસ્ત્રી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી પ.પૂ. દેવપ્રકાશદાસજી સ્વામીના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડો. નિરંજનભાઈ પટેલને રૂ. 7.50 લાખનો ચેક અર્પણ કરાયો હતો.
