સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન

સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન

યુએસએમાં કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન કોન્સ્યુલેટના કોન્સલ જનરલ ડો. કે. શ્રીકાર રેડ્ડીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના MD- ઈન્ટરનેશનલ ઓપરેશન્સ શામલાલ અહમદ, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના નોર્થ અમેરિકાના રીજિયોનેલ હેડ જોસેફ આપેન, મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ યુએસએના બ્રાન્ચ હેડ જાસર આર તેમજ સીનિયર મેનેજમેન્ટ સભ્યો, કસ્ટમર્સ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વના ચોથા ક્રમના સૌથી મોટા જ્વેલરી રીટેઈલર મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ 14 દેશોમાં 445થી વધુ શોરૂમ્સ ધરાવે છે અને કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરા ખાતે નવા શોરૂમના ઉદ્ઘાટન સાથે યુએસએમાં તેની હાજરીનું વિસ્તરણ કરાયું છે. યુએસએમાં આઠ અને કેનેડામાં ત્રણ શોરૂમ્સ સાથે નોર્થ અમેરિકામાં કુલ 11 શોરૂમ્સ કાર્યરત છે.

મલાબાર ગ્રૂપ ચેરમેન એમ.પી. અહેમદે આ પ્રસંગે જણાવ્યું હતું કે,‘ નોર્થ અમેરિકાના ઓપરેશન્સ મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આંતરરાષ્ટ્રીય વિકાસમાં ચાવીરૂપ બની રહેશે. સાન્ટા ક્લેરા શોરૂમના ઉદ્ઘાટન સાથે નોર્થ અમેરિકાના જ્વેલરીના કદરદાનો સમક્ષ ભારતની કળા અને કારીગરી રજૂ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરીએ છીએ.’ મલાબાર ગ્રૂપ વાઈસ ચેરમેન અબ્દુલ સાલમ કે.પી.એ સંબોધનમાં જણાવ્યું હતું કે 2018માં યુએસએના શિકાગોમાં પ્રથમ શોરૂમ ખોલાયો તે પછી અમે ઘણા આગળ વધી ગયા છીએ.

સાન્ટા ક્લેરા ટાઉન સેન્ટરસ્થિત શોરૂમમાં 20 દેશોની 25 એક્સ્ક્લુઝિવ બ્રાન્ડ્સની 30,000થી વધુ જ્વેલરી ડિઝાઈન્સ તેમજ ગોલ્ડ, ડાયમન્ડ અને કિંમતી રત્નોનું કલેક્શન મળી રહેશે.

સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.