હોર્મુઝની સામુદ્રધુનીની સુરક્ષા માટે યુકે-ફ્રાન્સની પહેલમાં જોડાવા ભારતને આમંત્રણ

વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ ગણાતા હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુકે અને ફ્રાન્સના નેતૃત્વમાં શરૂ કરાયેલી પહેલમાં જોડાવા માટે ભારતને આમંત્રણ મળ્યું છે.

લંડનઃ વૈશ્વિક સ્તરે અત્યંત સંવેદનશીલ ગણાતા હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યુકે અને ફ્રાન્સના નેતૃત્વમાં શરૂ કરાયેલી પહેલમાં જોડાવા માટે ભારતને આમંત્રણ મળ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ આમંત્રણ મળ્યું હોવાની પુષ્ટિ કરી હતી.

એક રાજદ્વારી હિલચાલમાં બ્રિટિશ વડાપ્રધાન સર કેર સ્ટાર્મર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ એલિસી પેલેસ ખાતે બેઠક યોજી ચર્ચા કરી હતી. હોર્મુઝની સામુદ્રધુનીની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે બંને નેતાઓ આશરે 40 દેશો સાથે એક વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવાની તૈયારી કરી રહ્યા છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે અને તેમણે આ પ્રક્રિયામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ સામેલ કરવા ઈચ્છા વ્યક્ત કરી છે.

હોર્મુઝની સામુદ્રધુનીની સુરક્ષા માટે યુકે-ફ્રાન્સની પહેલમાં જોડાવા ભારતને આમંત્રણ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.