• ડર્બનમાં વિદેશી માલિકીની દુકાનો લૂંટાઈઃ

દક્ષિણ આફ્રિકામાં 30 જૂનની ઈમિગ્રન્ટવિરોધી કૂચ અને દેખાવોમાં વિદેશી માલિકીના બિઝનેસીસને લૂંટફાટના કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. મારિએનરિજમાં ઓછામાં ઓછી આઠ અને ક્લેમોન્ટમાં છ દુકાનને નિશાન બનાવાઈ હતી. હેમર્સડેલ અને ઉમલાઝીમાં પણ બિઝનેસીસને અસર થઈ હતી. ક્લેમોન્ટમાં સોમાલી પરિવારની માલિકીના લવમોર સુપરમાર્કેટે 1 મિલિયન રેન્ડની કિંમતનો માલ ગુમાવ્યો હતો તેમજ પ્રોપર્ટીને પણ ભારે નુકસાન થયું હતું. કોમ્યુનિટી અગ્રણીઓએ હુમલાઓની નિંદા કરી હિંસા માટે ગુનાઈત તત્ત્વોને જવાબદાર ગણાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં 30 જૂનની ઈમિગ્રન્ટવિરોધી કૂચ અને દેખાવોમાં વિદેશી માલિકીના બિઝનેસીસને લૂંટફાટના કારણે ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. મારિએનરિજમાં ઓછામાં ઓછી આઠ અને ક્લેમોન્ટમાં છ દુકાનને નિશાન બનાવાઈ હતી. હેમર્સડેલ અને ઉમલાઝીમાં પણ બિઝનેસીસને અસર થઈ હતી. ક્લેમોન્ટમાં સોમાલી પરિવારની માલિકીના લવમોર સુપરમાર્કેટે 1 મિલિયન રેન્ડની કિંમતનો માલ ગુમાવ્યો હતો તેમજ પ્રોપર્ટીને પણ ભારે નુકસાન થયું હતું. કોમ્યુનિટી અગ્રણીઓએ હુમલાઓની નિંદા કરી હિંસા માટે ગુનાઈત તત્ત્વોને જવાબદાર ગણાવ્યા હતા.

નાઈજિરિયા સાઉથ આફ્રિકા પાસે વળતર માગશેઃ

તાજેતરના ઈમિગ્રન્ટવિરોધી દેખાવો દરમિયાન બિઝનેસીસ, ઘર અને અન્ય મિલકતો છોડી સાઉથ આફ્રિકાથી નાસી છૂટેલા નાઈજિરિયન નાગરિકો માટે નાઈજિરિયટા વળતરની માગણી કરશે. નાઈજિરિયાના અધિકારીઓ દેશના જે નાગરિકો પરત ફર્યા છે અથવા પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે તેમણે સહન કરવા પડેલાં નુકસાનની નોંધ કરી૪ રહ્યા છે. 600થી વધુ નાઈજિરિયન નાગરિકોએ સાઉથ આફ્રિકા છોડી દીધું છે અને સેંકડો અન્ય નાગરિકો છોડી દેશે તેવી ધારણા છે. દેશ છોડી ગયેલા બધા નાગરિકો વણનોંધાયેલા હોવાના દાવા નકારતા નાઈજિરિયાએ જણાવ્યું છે કે ઘણા અસરગ્રસ્ત નાઈજિરિયનો સાઉથ આફ્રિકાના કાયદેસર રહેવાસીઓ હતા.

કેન્યા અને રવાન્ડા વચ્ચે ફ્યૂલ સમજૂતીઃ

રવાન્ડાએ કેન્યા પાસેથી રિફાઈન્ડ પેટ્રોપેદાશોની સરકારી ધોરણે આયાત કરવા સમજૂતી સાધી છે જેનાથી રવાન્ડાની ફ્યૂલ સુરક્ષા મજબૂત બનશે, પુરવઠાખર્ચ નીચો જશે અને પેટ્રોલિયમ સપ્લાય ચેઈન બહેતર બનવાની અપેક્ષા છે. આ સમજૂતી થકી રવાન્ડા સરકાર કેન્યાના ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી જથ્થાબંધ પેટ્રોપેદાશો મેળવશે. 1.2 બિલિયન લિટરની સંગ્રહક્ષમતા ધરાવતી કેન્યા પાઈપલાઈન કંપની ખાતે પેટ્રોલિયમ પેદાશોનો સંગ્રહ 30થી 60 દિવસ સુધી જાળવી રાખવાનું રવાન્ડા માટે શક્ય બનશે.

કેન્યા કોર્ટે એક્ટિવિસ્ટ વિરુદ્ધ દેશદ્રોહના આરોપ હટાવ્યાઃ

કેન્યાની કાજીઆડો લો કોર્ટ્સે એક્ટિવિસ્ટ બોબ એન્જાગી વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ફગાવી દીધો છે. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ફરિયાદ પક્ષ દેશદ્રોહના આરોપો ટકી શકે તેવા પૂરતા પુરાવાઓ રજૂ કરવામાં નિષ્ફળ ગયો છે. આના પરિણામે, કેસ સત્તાવારપણે બંધ કરી દેવાયો હતો. એન્જાગીની 25 જૂનની જેન-ઝી વર્ષગાંઠના દેખાવો સાથે સંકળાયેલા ઉશ્કેરણીના આરોપોસર 24 જૂને કાજીઆડો કાઉન્ટીમાંથી ધરપકડ કરાઈ હતી. પ્રોસીક્યુશને જણાવ્યું હતું કે દેખાવોમાં ભાગ લેવા યુવા વર્ગને ઉશ્કેરતો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. બચાવપક્ષે તેને રાજકીય અભિવ્યક્તિની આઝાદી ગણાવ્યો હતો.

યુગાન્ડાના સાત સંસદીય કર્મચારીને જેલ રિમાન્ડઃ

કમ્પાલાની ભ્રષ્ટાચારવિરોધી કોર્ટે પાર્લામેન્ટના સાત કર્મચારીને 27 બિલિયન શિલિંગ્સથી વધુના ભ્રષ્ટાચાર, ઉચાપત અને મનીલોન્ડરિંગના આરોપસર 7 જુલાઈ સુધી લુઝિરા જેલમાં રિમાન્ડ પર સોંપ્યા હતા. ચાર્જશીટ અનુસાર કથિત ગુનાઓ 2023 અને મે 2026 દરમિયાન આચરાયા હતા. સરકારે આરોપ લગાવ્યો હતો કે આરોપીઓએ પાર્લામેન્ટના ડોનેશન્સ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રવૃત્તિઓ માટેના ભંડોળ મેળવ્યા હતા,પરંતુ સંબંધિત કાર્યોનો અમલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને 27.201 બિલિયન શિલિંગ્સનું નુકસાન થયું હતું. એન્ટિ-કરપ્શન કોર્ટ મનીલોન્ડરિંગ અપરાધો બાબતે જ્યુરિડિક્શન ધરાવતી ન હોવાથી આ કેસ હવે હાઈ કોર્ટ સમક્ષ મૂકાનાર છે.

• ડર્બનમાં વિદેશી માલિકીની દુકાનો લૂંટાઈઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.