14 વર્ષની સગીરાને જાળમાં ફસાવતો ભારતીય વિદ્યાર્થી ઝડપાયો

એક સગીરાને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહેલો એક ભારતીય યુવક રંગેહાથ ઝડપાયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયા બાદ આ ગંભીર મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. 

લંડનઃ એક સગીરાને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયાસ કરી રહેલો એક ભારતીય યુવક રંગેહાથ ઝડપાયો છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયા બાદ આ ગંભીર મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. વાયરલ વીડિયોમાં પોતાને બ્રિટિશ પેટ્રિયટ્સ તરીકે ઓળખાવતા સ્થાનિક વિજિલેન્ટ ગ્રુપ દ્વારા 27 વર્ષીય પ્રવના ભટ્ટ નામના યુવકની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

વીડિયોમાં સગીરાઓ સાથે ઓનલાઈન વાતચીત કરવા અંગે પૂછવામાં આવતા ભટ્ટ વિનંતીઓ કરતો અને માફી માંગતો જોવા મળે છે. જોકે, આ ભારતીય યુવક કોઈ ફેક પ્રોફાઇલ દ્વારા પકડાયો છે કે પછી તેણે ખરેખર કોઈ સગીરાને ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

પ્રવના ભટ્ટ ત્રણ વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા પર યુકે આવ્યો હતો. યુનિવર્સિટી ઓફ લીડ્સમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હાલમાં તે પોસ્ટ-સ્ટડી વિઝા પર ત્યાં રહે છે. તેણે સ્વીકાર્યું હતું કે સામેની છોકરી માત્ર 14 વર્ષની છે તે જાણવા છતાં તેણે તેને અશ્લીલ ટેક્સ્ટ મેસેજ મોકલ્યા હતા.

14 વર્ષની સગીરાને જાળમાં ફસાવતો ભારતીય વિદ્યાર્થી ઝડપાયો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.