અંદામાનમાં સમુદ્વ મંથનઃ કુદરતી ગેસના ભંડાર મળ્યા

અંદામાનમાં સમુદ્વ મંથનઃ કુદર

પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત કુદરતી ગેસના પુરવઠા માટે અનિશ્ચતતા ઊભી થઈ છે. ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવતી અને ઊર્જા સંકટમાંથી કાયમી રાહત આપતી ઉપલબ્ધિ અંદામાનમાં ‘સમુદ્ર મંથન’ દરમિયાન મળી છે. દેશની અગ્રણી ઓઈલ એક્સપ્લોરેશન કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડને અંદામાનના દરિયામાં ઊંડા પાણીમાંથી કુદરતી ગેસના ભંડાર મળ્યા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પર ઓઈલ ઈન્ડિયાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ શોધથી ભારતના મહત્ત્વાકાંક્ષી ડીપ-વોટર એક્સપ્લોરેશન અભિયાનને નવી દિશા મળી છે.

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયા સંકટના કારણે ભારતમાં પેટ્રોલ-ડિઝલ ઉપરાંત કુદરતી ગેસના પુરવઠા માટે અનિશ્ચતતા ઊભી થઈ છે. ઊર્જા ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવતી અને ઊર્જા સંકટમાંથી કાયમી રાહત આપતી ઉપલબ્ધિ અંદામાનમાં ‘સમુદ્ર મંથન’ દરમિયાન મળી છે. દેશની અગ્રણી ઓઈલ એક્સપ્લોરેશન કંપની ઓઈલ ઈન્ડિયા લિમિટેડને અંદામાનના દરિયામાં ઊંડા પાણીમાંથી કુદરતી ગેસના ભંડાર મળ્યા છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પર ઓઈલ ઈન્ડિયાને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આ શોધથી ભારતના મહત્ત્વાકાંક્ષી ડીપ-વોટર એક્સપ્લોરેશન અભિયાનને નવી દિશા મળી છે.
 
હરદીપ પુરીના જણાવ્યા અનુસાર, અંદામાન દ્વિપ સમૂહના પૂર્વ કિનારાથી 15 કિમી દૂર ‘શ્રી વિજયપુરમ-3’ નામના એક કૂવામાં પ્રાકૃતિક ગેસની ઉપસ્થિતિ માલૂમ પડી છે. ઓઈલ ઈન્ડિયાએ ઈઓસીન સંરચનામાં 1900 મીટરથી વધુ ઊંડાઈ પર પ્રારંભિક ઉત્પાદન પરીક્ષણ કર્યું હતું અને ત્યાં નિરંતર ફ્લેરિંગ (જ્વાળા)ના માધ્યમથી ગેસની પુષ્ટિ થઈ છે. કંપનીએ ગેસની સંરચના તથા તેના ઊર્જા મૂલ્યના સચોટ આકલન માટે ગેસના નમૂના લેવાનું શરૂ કર્યું છે.
પેટ્રોલિયમ મંત્રી પુરીએ કહ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ શોધ એવા સમયે થઈ છે, જ્યારે દેશ હાઈકાર્બન ક્ષેત્રમાં આત્મનિર્ભર થવા સઘન પ્રયાસ કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 2025ના સ્વતંત્રતા દિવસ પર સમુદ્ર મંથન મિશન (નેશનલ ડીપ વોટર એક્સપ્લોરેશન મિશન)નું એલાન કર્યું હતું. આ મિશનનો ઉદ્દેશ ભારતના બેઝિનમાં ઊંડા અને અતિ ઊંડા પાણીમાં સંશોધન કરી કૂવા ખોદવાનું અને હાઈડ્રોકાર્બન ભંડારોનું દોહન કરવાનો છે.
 
અંદામાન બેઝિનમાં ઓઈલ ઈન્ડિયા કોર્પોરેશને વ્યાપક અભિયાન શરૂ કર્યું છે. કંપનીએ વર્તમાન સંશોધનના ભાગરૂપે ત્રણ કૂવા ખોદ્યા હતા અને તેમાંથી બેમાં હાઈડ્રોકાર્બન હોવાનો સત્તાવાર રિપોર્ટ પણ મળ્યો છે. આ સફળતા ભારતીય દરિયામાં વિશાળ ઊર્જા ભંડારો હોવાનું પુરવાર કરે છે. પ્રાકૃતિક ગેસના ભંડારોની જાણકારી મળવાથી ભારતના ‘અમૃત કાળ’ના ધ્યેયને હાંસલ કરવામાં મદદ મળી રહેશે. આ નવી શોધથી ભારતની ઘરેલુ જરૂરિયાતો પૂરી થવાની સાથે વૈશ્વિક મંચ પર પણ ભારતની સંશોધનાત્મક ક્ષમતા સ્થાપિત થશે.
આ સફળતા બાદ ભારત હવે પેટ્રોબ્રાસ, ટોટલ એનર્જી, બીપી, શેલ અને એક્સોનમોબિલ જેવી વૈશ્વિક ડીપ વોટર એક્સપ્લોરેશન કંપનીઓ સાથે સહયોગ કરીને કુદરતી ઊર્જા ભંડારોને હાંસલ કરવાની દિશામાં નક્કર કાર્યવાહી કરી શકે છે.

અંદામાનમાં સમુદ્વ મંથનઃ કુદર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.