ટોરન્ટો ફેસ્ટિવલના વીડિયોએ ઈમિગ્રેશન વિવાદનો પલિતો ચાંપ્યો

ટોરન્ટો ફેસ્ટિવલના વીડિયોએ ઈ

ટોરન્ટોમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવમાં સેંકડો લોકો પારંપરિક પોષાકમાં નૃત્ય કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. ફૂટેજમાં ટ્રેડિશનલ સંગીતની ધમાલ, ફૂડ સ્ટોલ અને જાહેર સ્થળે નૃત્ય જોવા મળે છે. જોકે એક વિવાદાસ્પદ પોસ્ટ દ્વારા આ કાર્યક્રમને ઈમિગ્રેશન અને કેનેડામાં વસતી વિષયક પરિવર્તન વિશે ચિંતા સાથે સાંકળવામાં આવતા સાંસ્કૃતિક મેળાવડો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.

ટોરન્ટો: ટોરન્ટોમાં ભારતીય સાંસ્કૃતિક ઉત્સવમાં સેંકડો લોકો પારંપરિક પોષાકમાં નૃત્ય કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. ફૂટેજમાં ટ્રેડિશનલ સંગીતની ધમાલ, ફૂડ સ્ટોલ અને જાહેર સ્થળે નૃત્ય જોવા મળે છે. જોકે એક વિવાદાસ્પદ પોસ્ટ દ્વારા આ કાર્યક્રમને ઈમિગ્રેશન અને કેનેડામાં વસતી વિષયક પરિવર્તન વિશે ચિંતા સાથે સાંકળવામાં આવતા સાંસ્કૃતિક મેળાવડો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરાયો હતો કે કેનેડા હવે ભારતીય વસાહત બની રહ્યું છે અને ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી કે મોટા પાયે ઈમિગ્રેશનને કારણે મૂળ નાગરિકો લઘુમતીમાં મુકાઈ રહ્યા છે. આ સંદેશ ઘણા સ્થાનિકોને સ્પર્શી જતા સેંકડો પ્રતિક્રિયાઓ આવી અને સાંસ્કૃતિક એકીકકરણ, રાષ્ટ્રીય ઓળખ તેમજ પશ્ચિમી રિવાજો પર ઈમિગ્રેશનની અસર વિશે ભારે વિવાદ થયો છે. અનેક ટિપ્પણીકારોએ સવાલ ઉઠાવ્યો કે ઈમિગ્રન્ટ સમુદાયો સ્થાનિક સંસ્કૃતિમાં સંપૂર્ણપણે ભળી જવાની બદલે તેમના મૂળ દેશોની પરંપરાઓ શા માટે ઉજવવાનું ચાલુ રાખે છે. કેટલાક લોકોએ દલીલ કરી કે આવા જાહેર પ્રદર્શનો એકીકરણની નિષ્ફળતા દર્શાવે છે. અન્ય લોકોએ સૂચન કર્યું કે આવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવાની મંજૂરી ન આપવી જોઈએ.
જોકે ઉત્સવના સમર્થકો પણ આ ચર્ચામાં જોડાયા હતા અને તેમણે આ ટીકાઓ ફગાવીને તેને ઝેનોફોબિક અને ગેરવાજબી ગણાવી. સમર્થકોએ દલીલ કરી કે ઈમિગ્રન્ટ્સ કર, શ્રમ અને ઉદ્યોગસાહસિકતા દ્વારા કેનેડાના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

ટોરન્ટો ફેસ્ટિવલના વીડિયોએ ઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.