દાઉદી વ્હોરાના વડા અંગેના કેસમાં ચુકાદો આપનાર જજ અને લંડન સ્થિત દીકરીને મારી નાખવાની ધમકી

દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધાર્મિક વડા તરીકે કોણ કાયદેસર હકદાર છે તે અંગે વર્ષ 2024માં ઐતિહાસિક ચુકાદો આપનારા મુંબઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી. એસ. પટેલ અને તેમનો પરિવાર છેલ્લા 10 મહિનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ધમકીઓ અને હિંસાનો સામનો કરી રહ્યો છે.

લંડનઃ દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધાર્મિક વડા તરીકે કોણ કાયદેસર હકદાર છે તે અંગે વર્ષ 2024માં ઐતિહાસિક ચુકાદો આપનારા મુંબઈ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જી. એસ. પટેલ અને તેમનો પરિવાર છેલ્લા 10 મહિનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ધમકીઓ અને હિંસાનો સામનો કરી રહ્યો છે. હુમલાખોરો અને ધમકી આપનારાઓની મુખ્ય માંગ એ છે કે નિવૃત્ત જસ્ટિસ પટેલ 23 એપ્રિલ 2024ના રોજ આપેલા તેમના ચુકાદાને પાછો ખેંચતો એક વીડિયો રેકોર્ડ કરીને યુટ્યુબ પર જાહેર કરે.

ગત અઠવાડિયે 5 જૂનના રોજ લંડનમાં રહેતી જસ્ટિસ પટેલની પુત્રી અદિતિ પટેલને એક અજ્ઞાત પત્ર મળ્યો હતો જેમાં તેમને અને પરિવારને જીવતા સળગાવી દેવાની ધમકી ઉચ્ચારવામાં આવી હતી. આ પહેલાં 22 એપ્રિલના રોજ અદિતિ પટેલ તેમની પુત્રીને શાળામાં મૂકવા જઇ રહ્યાં હતાં ત્યારે લંડનના એક બરોમાં નકાબ પહેરેલા શખ્સે પાછળથી આવીને ઘાતકી હુમલો કર્યો હતો જેના કારણે અદિતિને નાકમાં ગંભીર ઇજા થઇ હતી.

અગાઉ 2 એપ્રિલના રોજ જ્યારે અદિતિ પટેલ તેમની પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે લંડનના એક ઉપનગરમાં એક નકાબપોશ શખ્સે પાછળથી આવીને તેમના પર ઘાતકી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમનું નાક તૂટી ગયું હતું અને તેઓ રસ્તા પર લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા.

દાઉદી વ્હોરાના વડા અંગેના કેસમાં ચુકાદો આપનાર જજ અને લંડન સ્થિત દીકરીને મારી નાખવાની ધમકી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.