ધ ભવન દ્વારા ‘ઓલ ધ વર્લ્ડ ઈઝ ગ્રીન’ ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ

ધ ભવન દ્વારા ‘ઓલ ધ વર્લ્ડ ઈઝ ગ્રીન’ ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ

લંડનઃ ધ ભવન દ્વારા રવિવાર 31 મેના રોજ ચેલ્લારામ ફાઉન્ડેશનના ઈનિશિયેટિવ ‘ઓલ ધ વર્લ્ડ ઈઝ ગ્રીન’ ડોક્યુમેન્ટરીના સ્ક્રિનિંગ યોજાયું હતું. ડોક્યુમેન્ટરીનું સહનિર્માણ ચેલ્લારામ ફાઉન્ડેશન અને પિન્ચ મીડિયા દ્વારા કરાયું છે.

ધ ભવન લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદકુમારા MBEની રાહબરી હેઠળ પ્રાર્થના સાથે સાંજનો આરંભ થયો હતો. આ પછી ચેલ્લારામ ફાઉન્ડેશન યુકેના ડાયરેક્ટર મુરલી રામદોસ અને ડોક્યુમેન્ટરીના ડિરેક્ટર મિરકો પિન્સેલીએ ટુંકા સંબોધનો કર્યા હતા.
ડોક્યુમેન્ટરીના સ્ક્રિનિંગથી ઓડિયન્સના સભ્યોમાં આધુનિક ફૂડ સિસ્ટમ્સના પર્યાવરણીય, નૈતિક અને જાહેર આરોગ્યની અસરો સંદર્ભે વિચારપ્રેરક ચર્ચાઓ શરૂ થઈ હતી. પરલેન્ડ પ્રોપર્ટીઝના સીઈઓ રવિ ગાંધીએ આભારવિધિ કરી હતી જ્યારે ધ ભવનના નંદકુમારા MBE દ્વારા આવી શૈક્ષણિક અને સારી રીતે સંશોધન કરાયેલી ડોક્યુમેન્ટરીના નિર્માણ બદલ ચેલ્લારામ ફાઉન્ડેશનને બિરદાવાયું હતું.

ધ ભવન દ્વારા ‘ઓલ ધ વર્લ્ડ ઈઝ ગ્રીન’ ડોક્યુમેન્ટરીનું સ્ક્રિનિંગ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.