નજીવી બાબતમાં પત્નીનું ગળુ દબાવનાર લેસ્ટરના હરજાપને 16 મહિનાની કેદ

લેસ્ટરના બ્રાઉનસ્ટોન ટાઉનમાં નજીવી બાબતે પત્નીએ ઠપકો આપતાં ગળુ દબાવી દેનાર હરજાપ સિંહને અદાલતે 16 મહિનાની બે વર્ષ માટે સસ્પેન્ડેડ જેલની સજા ફટકારી છે.

લંડનઃ લેસ્ટરના બ્રાઉનસ્ટોન ટાઉનમાં નજીવી બાબતે પત્નીએ ઠપકો આપતાં ગળુ દબાવી દેનાર હરજાપ સિંહને અદાલતે 16 મહિનાની બે વર્ષ માટે સસ્પેન્ડેડ જેલની સજા ફટકારી છે. આ ઉપરાંત તેણે 200 કલાક અનપેઇડ કોમ્યુનિટી વર્ક કરવું પડશે અને પ્રોબેશન સર્વિસના કાર્યક્રમોમાં 20 દિવસ વિતાવવા પડશે. કોર્ટે પત્નીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હરજાપ વિરુદ્ધ 10 વર્ષનો રેસ્ટ્રેઈનિંગ ઓર્ડર પણ જારી કર્યો છે જે અંતર્ગત તે આગામી 10 વર્ષ સુધી તેની પત્નીનો કોઈ સંપર્ક કરી શકશે નહીં.

હરજાપને તેની પત્નીએ જરૂરિયાત કરતાં વધુ બટર ખરીદવા બદલ ઠપકો આપ્યો હતો. જેના કારણે તેણે રોષે ભરાઇને પત્નીનું ગળુ દબાવ્યું હતું અને તેને પોલીસનો સંપર્ક કરતા પણ અટકાવી હતી. હરજાપના હુમલાના કારણે પત્નીને ઇજાઓ પહોંચી હતી.

નજીવી બાબતમાં પત્નીનું ગળુ દબાવનાર લેસ્ટરના હરજાપને 16 મહિનાની કેદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.