પરિમલ નથવાણીની રાજ્યસભા માટે ઝારખંડથી અપક્ષ ઉમેદવારી

પરિમલ નથવાણીની રાજ્યસભા માટે

રાજ્યસભાના ત્રણ ટર્મ સુધી સાંસદ રહેલા પરિમલ નથવાણીએ સોમવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઝારખંડથી ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ બે વખત ઝારખંડથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પરિમલ નથવાણી હાલમાં આંધ્રપ્રદેશથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

નવી દિલ્હીઃ રાજ્યસભાના ત્રણ ટર્મ સુધી સાંસદ રહેલા પરિમલ નથવાણીએ સોમવારે અપક્ષ ઉમેદવાર તરીકે ઝારખંડથી ઉમેદવારી નોંધાવી હતી. અગાઉ બે વખત ઝારખંડથી રાજ્યસભામાં પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પરિમલ નથવાણી હાલમાં આંધ્રપ્રદેશથી રાજ્યસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
પરિમલ નથવાણીએ નોમિનેશન બાદ સોશિયલ મીડિયા પર મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, રાજ્યસભા સભ્ય તરીકે મારા ચોથા કાર્યકાળ માટે ઝારખંડથી અપક્ષ ઉમેદવાર તરીકે મેં નોમિનેશન ભર્યું છે. આ મારા માટે એક ભાવનાત્મક ક્ષણ છે, કારણ કે મેં 2008માં ઝારખંડથી રાજ્યસભાના સભ્ય તરીકેની સફર શરૂ કરી હતી અને અહીંથી બે ટર્મ સાંસદ તરીકે સેવા આપી હતી. ઝારખંડ મારી કર્મભૂમિ રહી છે અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ફરી ઝારખંડના લોકોની સેવા કરવાની તક મળી છે. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ભાજપના વિવિધ સાથી પક્ષો અને ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો તેમના સમર્થન બદલ આભાર માનું છું. સાથોસાથ ઝારખંડના લોકોના વિકાસ માટે અન્ય પક્ષોનું પણ સમર્થન માગી રહ્યો છું. મારી કર્મભૂમિની ફરીથી સેવા કરવી મારા માટે એક લહાવો હશે.

પરિમલ નથવાણીની રાજ્યસભા માટે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.