ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપઃ 35નાં મોત

ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો

ફિલિપાઇન્સમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ ભયાવહ ભૂકંપમાં અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 200થી વધુ ગંભીર રીતે ઘાયલ છે. ભૂકંપના કારણે કેટલીય ઈમારતો અને દુકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ દ્વીપના તટ પાસે 33 કિ.મી.ની ઊંડાઈએ હતું. સૌથી વધુ અસર જનરલ સેન્ટોસ શહેર અને આસપાસના વિસ્તારોમાં થઈ છે, જ્યાં કેટલીય સરકારી ઇમારતો, સ્કૂલ અને પુલને નુકસાન થયું છે.

મનીલાઃ ફિલિપાઇન્સમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ ભયાવહ ભૂકંપમાં અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 200થી વધુ ગંભીર રીતે ઘાયલ છે. ભૂકંપના કારણે કેટલીય ઈમારતો અને દુકાનો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ મિંડાનાઓ દ્વીપના તટ પાસે 33 કિ.મી.ની ઊંડાઈએ હતું. સૌથી વધુ અસર જનરલ સેન્ટોસ શહેર અને આસપાસના વિસ્તારોમાં થઈ છે, જ્યાં કેટલીય સરકારી ઇમારતો, સ્કૂલ અને પુલને નુકસાન થયું છે.
2023માં પણ 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
ભૂકંપ પછી આશરે 5 કલાક સુધી 1.3-6.7 તીવ્રતાના 138 આફ્ટરશોક આવ્યા. ફિલિપાઇન્સ પ્રશાંત મહાસાગરના ‘રિંગ ઓફ ફાયર’ ક્ષેત્રમાં આવેલું છે. આ દુનિયાનો સૌથી સક્રિય ભૂકંપીય અને જ્વાળામુખી વિસ્તાર છે, જેના કારણે અહીં અવારનવાર આવી કુદરતી હોનારતો થતી રહે છે. આ પહેલાં ડિસેમ્બર 2023માં પણ અહીં 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.