ફિલ્મ પ્રોડ્યુસર - સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું નિધન

ફિલ્મ પ્રોડ્યુસર - સેન્સર બોર્...

હિન્દી ફિલ્મઉદ્યોગના વરિષ્ઠ ફિલ્મ પ્રોડ્યુસર પહલાજ નિહલાનીનું 76 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા, તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા પરંતુ પછી તમને ઘેર પરત લવાયા હતા અને તેમણે ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

હિન્દી ફિલ્મઉદ્યોગના વરિષ્ઠ ફિલ્મ પ્રોડ્યુસર પહલાજ નિહલાનીનું 76 વર્ષની ઉંમરે મુંબઈમાં નિધન થયું છે. તેઓ છેલ્લા થોડા સમયથી બીમાર હતા, તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ પણ કરાયા હતા પરંતુ પછી તમને ઘેર પરત લવાયા હતા અને તેમણે ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
પહલાજ નિહલાની બોલિવૂડમાં 1980થી 1990ના દાયકામાં ફિલ્મ પ્રોડયુસર તરીકે આગવી નામના ધરાવતા હતા. તેમની હીટ ફિલ્મોમાં 1982ની ફિલ્મ ‘હથકડી’, 1986ની ‘ઇલ્ઝામ’, 1987ની ‘આગ હી આગ’, 1988ની ‘પાપ કી દુનિયા’, 1990ની ‘ગુનાહો કા ફૈસલા’, 1992ની ‘શોલા ઔર શબનમ’, 1993ની ‘આંખેં’ અને 1994ની ‘અંદાઝ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમાં પણ ડેવિડ ધવને ડિરેક્ટ કરેલી અને ગોવિંદાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મો ‘શોલા ઔર શબનમ’ અને ‘આંખે’ ખાસ જાણીતી ફિલ્મો છે. ત્યાર પછી તેમણે ‘ઉલઝન’, ‘તલાશઃ ધ હંટ બિગિન્સ’, ‘હેલો મુંબઈ’, ‘જૂલી 2’, ‘રંગીલા રાજા’ સહિતની ફિલ્મો પણ બનાવી હતી. તેમની છેલ્લી ફિલ્મ ‘અનાડી ઇઝ બેક’ 2023માં રિલીઝ થઈ હતી. તેઓ જાન્યુઆરી 2015થી ઓગસ્ટ 2017 સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ પણ રહ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ પોતાના નિર્ણયો માટે સતત સમાચારોમાં રહ્યા હતા, જેમણે ફિલ્મ સર્ટિફિકેશનના નિયમો કડક બનાવ્યા હતા.
પરિવાર દ્વારા જણાવાયા અનુસાર, મુંબઈના શાંતાક્રુઝ હિન્દુ સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. જેમાં ગોવિંદા, નીલમ, બોની કપૂર, ફરહાન અખ્તર, શત્રુધ્ન સિંહા, રમેશ તૌરાણી, વરુણ ધવન સહિતની ફિલ્મીહસ્તીઓ હાજર રહી હતી. આ પહેલાં મલાઈકા અરોરા તથા ડેવિડ ધવન સહિતની હસ્તીઓ અંતિમ દર્શન માટે તેમના ઘરે પહોંચી હતી.
બોલિવૂડમાં અનેક કલાકારો, દિગ્દર્શકો તથા કલાકારો કસબીઓની કેરિયર પહલાજ નિહલાણીએ બનાવી હતી. ખાસ કરીને ગોવિંદાને તેમની ફિલ્મો થકી જ સ્ટારડમ મળ્યું હતું. અગાઉ તેમણે કહ્યું હતું તેમ ગોવિંદાનો ચહેરો ફિલ્મ સ્ટાર જેવો ચોકલેટી ન હતો પરંતુ તેની ડાન્સ સ્કિલ જોઈને તેમણે તેના પર ભરોસો મૂક્યો હતો અને તેને 'ઈલ્ઝામ' ફિલ્મથી બોલિવુડમાં પ્રવેશ અપાવ્યો હતો. ચંકી પાંડેને
પણ તેમણે જ 'આગ હી આગ' ફિલ્મથી પહેલીવાર તક
આપી હતી.

ફિલ્મ પ્રોડ્યુસર - સેન્સર બોર્...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.