બેસ્ટવે હોલસેલનું વિસ્તરણઃ ડીબી હોલસેલને હસ્તગત કર્યું

બેસ્ટવે હોલસેલનું  વિસ્તરણઃ ડીબી હોલસેલને હસ્તગત કર્યું

બેસ્ટવે હોલસેલ દ્વારા તેના વેપારના વિસ્તરણ સાથે ડીબી હોલસેલના નામે વેપાર કરતી ડીબી રામ્સડેન એન્ડ કું. લિમિટેડને હસ્તગત કરવામાં આવી છે. ડીબી હોલસેલ પારિવારિક માલિકીની તેમજ યોર્કશાયર અને લિંકનશાયરમાં 1400થી વધુ રિટેઈલ અને ઓન-ટ્રેડ કસ્ટમર્સને સેવા આપતી સ્વતંત્ર હોલસેલર કંપની છે.

લંડનઃ બેસ્ટવે હોલસેલ દ્વારા તેના વેપારના વિસ્તરણ સાથે ડીબી હોલસેલના નામે વેપાર કરતી ડીબી રામ્સડેન એન્ડ કું. લિમિટેડને હસ્તગત કરવામાં આવી છે. ડીબી હોલસેલ પારિવારિક માલિકીની તેમજ યોર્કશાયર અને લિંકનશાયરમાં 1400થી વધુ રિટેઈલ અને ઓન-ટ્રેડ કસ્ટમર્સને સેવા આપતી સ્વતંત્ર હોલસેલર કંપની છે.
ડીબી હોલસેલની સ્થાપના 1961માં કરાઈ હતી 65 કરતાં વધુ વર્ષથી કાર્યરત કંપનીએ ગયા વર્ષે અંદાજે 57 મિલિયન પાઉન્ડનું વાર્ષિક વેચાણ કર્યું હતું. તેના હલ અને ગ્રીમ્સ્બીના બે ડેપોમાં 57 કર્મચારી કામ કરે છે. આ કંપની હસ્તગત કરવા સાથે બેસ્ટવે હોલસેલની વ્યૂહાત્મક વિસ્તરણ યોજના આગળ વધી છે અને જથ્થાબંધ ક્ષમતા વધવા સાથે પ્રાદેશિક માળખું વધુ મજબૂત બન્યું છે. આ એક્વિઝિશન સાથે સ્વતંત્ર હોલસેલ અને રિટેઈલ બિઝનેસીસમાં ગાઢ મૂળિયાં ધરાવતા બે સાહસિક બિઝનેસીસ એક થયા છે. રિટેઈલર્સ મજબૂત, સ્થિર અને સારું રોકાણ ધરાવતા હોલસેલ પાર્ટનર્સ ઈચ્છે છે તેવા સમયે બેસ્ટવેનું આ સેક્ટરમાં સાતત્યપૂર્ણ ઈન્વેસ્ટમેન્ટ મહત્ત્વ ધરાવે છે.
બેસ્ટવે હોલસેલના મેનેજિંગ ડાયરેક્ટર દાઉદ પરવેઝે જણાવ્યું હતું કે, ‘ડીબી હોલસેલને બેસ્ટવે હોલસેલ નેટવર્કમાં આવકારતા અમને ઘણો આનંદ થાય છે. ડીબી સુસ્થાપિત ફેમિલી બિઝનેસ છે, જે 65 કરતાં વધુ વર્ષનો ગ્રાહકસેવા વારસો, વફાદાર ગ્રાહક આધાર તેમજ યોર્કશાયર અને લિંકનશાયરમાં વિસ્તૃત પ્રાદેશિક જ્ઞાન ધરાવે છે.’

બેસ્ટવે હોલસેલનું વિસ્તરણઃ ડીબી હોલસેલને હસ્તગત કર્યું
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.