યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ

યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ

 શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો લોકોને ઓનલાઈન લિન્ક મારફત દાન આપી શ્વાનનો જીવ બચાવવા અપીલ કરે છે અને દાનનો ધોધ વહેવા લાગે છે.

કમ્પાલાઃ શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. અકસ્માતમાં શ્વાનના પગ અને શરીર પર ઈજાના નિશાનો સાથે 15 સેકન્ડનો ટિક ટોક વીડિયો લોકોને ઓનલાઈન લિન્ક મારફત દાન આપી શ્વાનનો જીવ બચાવવા અપીલ કરે છે અને દાનનો ધોધ વહેવા લાગે છે.

યુકેના સોશિયલ મીડિયા વપરાશકાર દ્વારા નામ અપાયેલા શ્વાન રુસેટનો પ્રથમ વીડિયો ગયા વર્ષની 8 જાન્યુઆરીએ જાહેર કરાયા પછી અન્ય સેંકડો ફંડરેઈઝિંગ કેમ્પેઈનમાં તેણે દેખા દીધી હતી. તેની સારવાર માટે હજારો ડોલર્સ એકત્ર કરાયા હતા, પરંતુ તે કદી સાજો થયો નહિ. બીબીસી આફ્રિકા આઈ દ્વારા શોધી કઢાયું હતું કે યુગાન્ડાનો આ શ્વાન કૌભાંડનું એક મહોરું હતો જે દુઃખી કે પીડાગ્રસ્ત પ્રાણીઓ માટે દાન માગે છે, અત્યાચારમાંથી નફો મેળવતી ઈન્ડસ્ટ્રીનો આ એક હિસ્સો છે.

રુસેટ જેવા શ્વાનની સ્ટોરી યુગાન્ડાની રાજધાની કમ્પાલાથી 70 કિલોમીટર દૂરના શહેર મિટ્યાનાને હજારો માઈલ દૂર રહેલા પ્રાણીપ્રેમીઓને સાંકળે છે. સંવેદનશીલ ઈમેજીસ, જૂઠાણાં અને અતિશય ગરીબી સાથેના આફ્રિકાના ચિત્રણ થકી કૌભાંડીઓ પ્રાણીપ્રેમીઓ પાસેથી નાણા ખંખેરવામાં સફળ રહે છે. મિટ્યાના શહેર ગંદા શ્વાન બચાવ આશ્રયગૃહો માટે ઓનલાઈન પ્રાણી બચાવ કર્મશીલોમાં કુખ્યાત છે. યુગાન્ડાના કૌભાંડીઓ સમજી ગયા છે કે યુરોપ, નોર્થ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં શ્વાનો ભારે લોકપ્રિય છે અને શ્વાનપ્રેમ સાથે સોશિયલ મીડિયાનું વળગણ સરળતાથી નાણાધોધમાં બદલી શકાય છે.

બીબીસી આફ્રિકા આઈના ડેટા એનાલિસીસ મુજબ ગત પાંચ વર્ષમાં ડોનેશન પ્લેટફોર્મ GoFundMe પર સેંકડો ફંડરેઈઝર્સ દ્વારા યુગાન્ડાના એનિમલ શેલ્ટર્સ માટે 730,000 ડોલર (540,000પાઉન્ડ)થી વધુ રકમનું દાન મેળવાયું હતું. ફંડરેઈઝર્સમાંથી લગભગ40 ટકા મિટ્યાના સાથે સંકળાયેલા હતા. આ શહેરમાં બનાવટી ડોગ શેલ્ટર્સનો બિઝનેસ ખુલ્લું રહસ્ય છે.

યુગાન્ડામાં શ્વાનો પર અત્યાચાર દ્વારા દાન ઉઘરાવવાનું નવું કૌભાંડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.