રશિયા ગયેલા 20 યવક-યુવતીને બંધક બનાવાયાં

પેટલાદના એજન્ટે આકર્ષક પગાર અને વર્ક પરમીટની લાલચ આપી આણંદ જિલ્લાના બે યુવતીઓ સહિત કુલ 20 યુવક-યુવતીઓને ગત મે મહિનામાં દરજીકામ માટે રશિયા મોકલ્યા હતા. જ્યાં તેમને કામ આવડતું નથી તેમ કહીને સંચાલક દ્વારા તેમને બંધક બનાવ્યા હતા. વધુમાં જો તમામને ભારત જવું હોય તો ફરજિયાતપણે પ્રતિ વ્યક્તિ દીઠ 500 ડોલરની માંગ કરી હતી. જેને પગલે સંબંધીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેઓ દ્વારા તાત્કાલિક આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી પેટલાદના એજન્ટની ધરપકડ કરી તેને રિમાન્ડ અર્થે પેટલાદ કોર્ટમાં રજૂ કર્યો હતો.

આણંદઃ પેટલાદના એજન્ટે આકર્ષક પગાર અને વર્ક પરમીટની લાલચ આપી આણંદ જિલ્લાના બે યુવતીઓ સહિત કુલ 20 યુવક-યુવતીઓને ગત મે મહિનામાં દરજીકામ માટે રશિયા મોકલ્યા હતા. જ્યાં તેમને કામ આવડતું નથી તેમ કહીને સંચાલક દ્વારા તેમને બંધક બનાવ્યા હતા. વધુમાં જો તમામને ભારત જવું હોય તો ફરજિયાતપણે પ્રતિ વ્યક્તિ દીઠ 500 ડોલરની માંગ કરી હતી. જેને પગલે સંબંધીઓના જીવ તાળવે ચોંટ્યા હતા અને તેઓ દ્વારા તાત્કાલિક આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી પેટલાદના એજન્ટની ધરપકડ કરી તેને રિમાન્ડ અર્થે પેટલાદ કોર્ટમાં રજૂ કર્યો હતો.
આણંદના ભાલેજ રોડ સ્થિત ખ્વાજા નગરમાં 51 વર્ષીય શાકીરમીંયા મલેક રહે છે. જેમણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની ભાણી તબસ્સુમ કે જે ધોરણ 10 પાસ છે તેણે ગત જાન્યુઆરીમાં સોશિયલ મીડિયા પર કીયાના ઈન્ટરનેશનલ રીક્રુઈટમેન્ટ પ્રોવાઈડર લિમિટેડ નામની જાહેરાત જોઈ હતી. આ જાહેરાતમાં આપેલા નંબર પર ફોન કરતા સુંદરણા ગામનો રીમ્પલ પટેલ નામનો ઈસમે રશિયામાં વર્કપરમિટ અને આકર્ષક માસિક પગાર રૂપિયા 1.30 લાખ આપવાની લાલચ આપી હતી. વાતચીત કર્યા બાદ રૂપિયા 2.10 લાખનું પેકેજ બતાવ્યું હતું અને રશિયા પહોંચ્યા બાદ બાકીના રૂપિયા 1 લાખ આપવા કહ્યું હતું. એ સાથે તેણે આખું એક ગ્રૂપ મોકલવાની વાત કરી તેમની સાથે અન્ય 20 વ્યક્તિઓને મોકલવામાં આવશે અને ત્યાં જઈને સીવણકામ કરવાનું કરવાનું રહેશે તેમ કહ્યું હતું. આખરે ગત એપ્રિલમાં ગ્રૂપ રશિયા ગયું હતું. જ્યાં તેમને જેકેટ સીવવા માટે આપતા ગ્રૂપને સીવણકામ આવડયું નહોતું. જેને પગલે તમામ લોકોને નોકરીમાંથી કાઢી મુક્યા હતા અને પગાર પણ આપવામાં આવ્યો નહોતો.
જેને પગલે ગ્રૂપમાં ગયેલા તમામ વ્યક્તિઓએ ભારત પરત જવા માટે કહેતાં ત્યાં હાજર અજાણ્યા ઈસમોએ તેમને ભારત જવું હોય તો વ્યકિતદીઠ 500 ડોલર આપવા પડશે અને તમને રીમ્પલ પટેલે વેચી દીધા છે તેમ જણાવી ધમકી આપી હતી.

રશિયા ગયેલા 20 યવક-યુવતીને બંધક બનાવાયાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.