સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્રેયસ ઐયર ટી20 કેપ્ટન, તિલક વર્મા વાઇસ કેપ્ટન

સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના સ્થાને શ્રેયસ ઐયરને ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે, જ્યારે યુવા ખેલાડી તિલક વર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે આઇપીએલમાં ઝંઝાવાતી બેટિંગ કરીને વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરનાર 15 વર્ષીય વૈભવ સુર્યવંશીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

મુંબઈ: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના સ્થાને શ્રેયસ ઐયરને ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવાયો છે, જ્યારે યુવા ખેલાડી તિલક વર્માને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે આઇપીએલમાં ઝંઝાવાતી બેટિંગ કરીને વિશ્વ ક્રિકેટને સ્તબ્ધ કરનાર 15 વર્ષીય વૈભવ સુર્યવંશીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં પસંદગી પામનારો અત્યાર સુધીનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
શ્રેયસ અઢી વર્ષ પછી ટીમમાં
શ્રેયસે ભારત માટે તેની છેલ્લી T20 મેચ ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુમાં રમી હતી. ત્યારબાદ આ જ વર્ષે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં તેને ઈજા રિપ્લેસમેન્ટ તરીકે સામેલ કર્યો હતો, પરંતુ પ્લેઇંગ-11માં રમવાની તક મળી ન હતી. હવે લગભગ અઢી વર્ષ પછી તેની નેશનલ ટીમમાં કમબેક કરશે.
બુમરાહને આરામ, કુલદીપના સ્થાને બિશ્નોઇ
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આ ટી20 સિરીઝ માટે પ્રમુખ ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને આરામ અપાયો છે. જ્યારે યુવા સ્પિનર રવિ બિશ્નોઇની ટી20 ટીમમાં વાપસી થઈ છે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમમાં અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને રવિ બિશ્નોઇના રૂપમાં ત્રણ નિષ્ણાત સ્પિનરોનો સમાવેશ કરાયો છે. તો બીજી તરફ, ફાસ્ટ બોલિંગ આક્રમણની જવાબદારી મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ સંભાળશે.
ઇશાન-સંજુને તક મળી
તિલક વર્મા ટીમનો નવો વાઇસ કેપ્ટન બન્યો છે. વિકેટકીપર તરીકે ઇશાન કિશન અને સંજુ સેમસન બંનેની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ ટીમમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. જેઓ છેલ્લા કેટલાંક સમયથી ટીમનો હિસ્સો રહ્યાં છે.
રજત સહિત પાંચ ખેલાડીની અવગણના
આક્રમક બેટિંગ અને શ્રેષ્ઠ સ્ટ્રાઈક રેટ ધરાવતા રજત પાટીદાર તેમજ સારા ઓલરાઉન્ડ દેખાવ અને અનુભવ હોવા છતાં કૃણાલ પંડ્યાને ટીમની બહાર રખાયો છે. આ ઉપરાંત, ઉત્તમ સ્વિંગ અને ઈકોનોમી સાથે શાનદાર બોલિંગ કરનાર ભુવનેશ્વર કુમારની પણ પસંદગી થઈ નથી.
ઈંગ્લેન્ડ-આયર્લેન્ડ T20 સિરીઝ સ્ક્વોડ
• શ્રેયસ અય્યર (કેપ્ટન) • તિલક વર્મા (વાઇસ-કેપ્ટન) • વૈભવ સૂર્યવંશી • અભિષેક શર્મા • સંજુ સેમસન (વિકેટકીપર) • ઈશાન કિશન (વિકેટકીપર) • શિવમ દુબે • નીતિશ કુમાર રેડ્ડી • અક્ષર પટેલ • વોશિંગ્ટન સુંદર • રવિ બિશ્નોઈ • વરુણ ચક્રવર્તી • પ્રિન્સ યાદવ • હર્ષિત રાણા • અર્શદીપ સિંહ

હવે સૂર્યવંશી ભારતનો સૌથી યુવાન ક્રિકેટર
ભારતીય પસંદગીકારોએ યુવાન અને આક્રમક બેટર વૈભવ સૂર્યવંશીની ટીમમાં પસંદગી કરી છે. આમ વૈભવ તેની પ્રથમ મેચ રમશે તે સાથે તે ભારતનો સૌથી યુવાન ઇન્ટરનેશનલ ક્રિકેટર બની જશે અને સચિન તેંડુલકરને આ મામલે પાછળ રાખી દેશે. વૈભવ 15 વર્ષ અને 71 દિવસની વયે ભારત માટે રમશે. જ્યારે મહાન સચિન તેંડુલકર 18 વર્ષ અને 205 દિવસની વયે રમ્યો હતો. સચિને 1989ની 15મી નવેમ્બરે કરાચી ખાતે પાકિસ્તાન સામે ભારત માટે તેની પ્રથમ ટેસ્ટ રમી હતી.

સૂર્યાનો ‘સુર્યાસ્ત’ઃ હવે શ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.