1 સપ્ટેમ્બરથી શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

ઇંગ્લેન્ડની તમામ શાળામાં આગામી 1 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ અમલી બનશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, નિયમોનું પાલન કરાવવાની પદ્ધતિ નક્કી કરવાની છૂટ શાળાઓને આપવામાં આવી છે. 

લંડનઃ ઇંગ્લેન્ડની તમામ શાળામાં આગામી 1 સપ્ટેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વિદ્યાર્થીઓ માટે મોબાઇલ ફોન પર પ્રતિબંધ અમલી બનશે. સરકારી માર્ગદર્શિકા અનુસાર, નિયમોનું પાલન કરાવવાની પદ્ધતિ નક્કી કરવાની છૂટ શાળાઓને આપવામાં આવી છે. કેટલીક શાળા વિદ્યાર્થીઓના ફોન લોકર કે સીલબંધ પાઉચમાં જમા કરાવશે જ્યારે કેટલીક શાળા ફોન બેગમાં જ સ્વીચ ઓફ રાખવાનો આદેશ આપશે.

આચાર્ય અને અધિકૃત સ્ટાફને નિયમોનો ભંગ કરનાર અથવા વર્ગમાં ફોનનો ઉપયોગ કરનાર વિદ્યાર્થીઓ પાસેથી ફોન જપ્ત કરવાની સત્તા રહેશે. જો કોઈ વિદ્યાર્થી પાસે શંકાસ્પદ અથવા પ્રતિબંધિત સામગ્રી હોવાની આશંકા હોય, તો શાળા સ્ટાફ તેમની બેગ અથવા સામાનની તપાસ કરી શકશે. યોગ્ય અને કાયદેસર કાર્યવાહી હેઠળ જપ્ત કરાયેલી વસ્તુઓને થયેલા કોઈ પણ નુકસાન માટે શાળાના સ્ટાફ સામે કાનૂની પગલાં લઈ શકાશે નહીં.

સ્માર્ટફોન ફ્રી ચાઇલ્ડહુડ ગ્રુપે આ નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું છે કે, આ પગલું બાળકોને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં મદદરૂપ થશે પરંતુ ડિજિટલ સમસ્યાઓ સામે આ એકમાત્ર સંપૂર્ણ ઉકેલ નથી.

1 સપ્ટેમ્બરથી શાળાઓમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.