125 ટી-શર્ટ પહેરીને મેરેથોન રન

ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વધુ રેકોર્ડ ધરાવતા અમેરિકાના ડેવિડ રશે વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે. તેમણે 125 ટી-શર્ટ પહેરીને 42.2 કિમીની મેરેથોન દોડી હતી. આ સાથે જ ‘મોસ્ટ ટી-શર્ટ્સ વોર્ન ડ્યુરિંગ અ મેરેથોન’ ટાઇટલ સાથે નવો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે.

વોશિંગ્ટનઃ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સૌથી વધુ રેકોર્ડ ધરાવતા અમેરિકાના ડેવિડ રશે વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે. તેમણે 125 ટી-શર્ટ પહેરીને 42.2 કિમીની મેરેથોન દોડી હતી. આ સાથે જ ‘મોસ્ટ ટી-શર્ટ્સ વોર્ન ડ્યુરિંગ અ મેરેથોન’ ટાઇટલ સાથે નવો વિક્રમ પોતાના નામે નોંધાવ્યો છે. ડેવિડ રશ વિક્રમ નોંધાવવા માટે લગભગ છ કલાક જેટલું દોડયા હતા. 125 ટી-શર્ટને કારણે તેમના શરીર પર 19.5 કિગ્રાનો વધારાનો ભાર હતો. આટલા બધા ટી-શર્ટને કારણે ગરમી બહાર નહોતી નીકળી શકી અને તેમનું શરીર ખૂબ ગરમ થઈ ગયું હતું. એક સમયે તો બરફ ખૂટી જતાં ગંભીર સ્થિતિ થઈ હતી. ગત વર્ષે તેમણે 137 ટી-શર્ટ પહેરીને હાફ મેરેથોનનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડ પછી તેમને લાગ્યું કે, ફૂલ મેરેથોન પણ દોડી શકાય છે. અને તેઓ દોડ્યા પણ ખરા.

125 ટી-શર્ટ પહેરીને મેરેથોન રન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.