આ સંકેત દર્શાવે છે કે તમારે વધુ પાણી પીવાની જરૂર છે

શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય તો સમસ્યાઓ શરૂ થઈ જાય છે - ખાસ તો ઉનાળાના દિવસોમાં. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી ન પીવામાં આવે તો ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની ઊણપ સર્જાય છે. મોટાભાગે ડિહાઈડ્રેશન ઉનાળામાં થાય છે પરંતુ ઋતુ કોઈ પણ હોય શરીરની પાણીની જરૂરિયાતો પૂરી થાય તે જરૂરી છે. શરીરમાં પાણીની ઉણપ સર્જાય તો કેટલાક લક્ષણો જોવા મળે છે. આ લક્ષણો કોઈ ગંભીર સમસ્યાના નથી હોતા, પરંતુ આ લક્ષણો દ્વારા શરીર સંકેત આપે છે કે તમે ઓછું પાણી પી રહ્યા છો. જો સમયસર આ સંકેતોને સમજીને તમે પૂરતા પ્રમાણમાં પાણી પીવાની શરૂઆત કરી દેશો તો સ્થિતિ નોર્મલ થઈ જશે.

• પેશાબનો રંગ બદલાવો: શરીરમાં પૂરતા પ્રમાણમાં પાણી ન હોય ત્યારે પેશાબનો રંગ ડાર્ક થવા લાગે છે. પેશાબનો રંગ પીળો અથવા તો સંતરી રંગનો થવા લાગે તો સમજી લેવું કે પાણી વધારે પીવાની જરૂર છે.
• કબજિયાત: જયારે તમે પાણી ઓછું પીવો છો તો ખોરાકનું પાચન સારી રીતે થતું નથી અને પરિણામે કબજિયાત થઈ જાય છે જેના કારણે મળત્યાગ કરવામાં તકલીફ પડે છે.
• માથામાં દુખાવો અને થાક: જો શરીરમાં પાણી ઓછું હોય તો માથામાં દુખાવો થવા લાગે છે અને થાક પણ લાગે છે. પૂરતા પણ પ્રમાણમાં પાણી પીવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય છે.
• મોઢામાંથી વાસ આવવીઃ જો શરીરની જરૂરિયાત કરતાં ઓછું પાણી પીવાતું હોય તો મોંમાંથી દુર્ગંધ આવે છે. પૂરતાં પ્રમાણમાં પાણી ન પીવાતું હોવાથી મોઢામાં બેક્ટેરિયા વધવા લાગે છે.
• ગળું સુકાઈ જવું: જો તમે ઓછું પાણી પીશો તો તમારું મોઢું અને ગળુ વારંવાર સુકાઈ જશે અને ડ્રાયનેસ લાગશે. જો તમને આવો અનુભવ થતો હોય તો પાણી પીવાની શરૂઆત કરી દો.

આ સંકેત દર્શાવે છે કે તમારે વધુ પાણી પીવાની જરૂર છે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.