કચ્છના રણમાં ઉત્ખનનઃ ધોળાવીરા જેવી વધુ એક પુરાતત્ત્વીય સાઈટ મળી

કચ્છના રણમાં ઉત્ખનનઃ ધોળાવીર

કચ્છના રણમાં પ્રાચીન માનવ સભ્યતા ધરબાયેલી છે અને તેના અવશેષો સમયાંતરે ઉત્ખનનમાં બહાર આવે છે. હાલ ચાલી રહેલા સંશોધનમાં પાકિસ્તાન સરહદ નજીક, પ્રાચીન માનવ વસાહતના પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. હાલમાં આ સ્થળને કામચલાઉ રીતે ‘બરબાદપુર’ નામ અપાયું છે. ઉત્ખનન દરમિયાન સંશોધકોને એક જ દિશામાં વ્યવસ્થિત રીતે દફનાવાયેલાં 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યાં હોવાનું સંશોધક ટીમના સૂત્રોનું કહેવું છે. આ ઉપરાંત ટેરાકોટાની વસ્તુઓ, માટીનાં વાસણો, દીવા, તાંબાના સિક્કા, રમકડાં અને બાંધકામના અવશેષો પણ પ્રાપ્ત થયાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

ભુજઃ કચ્છના રણમાં પ્રાચીન માનવ સભ્યતા ધરબાયેલી છે અને તેના અવશેષો સમયાંતરે ઉત્ખનનમાં બહાર આવે છે. હાલ ચાલી રહેલા સંશોધનમાં પાકિસ્તાન સરહદ નજીક, પ્રાચીન માનવ વસાહતના પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. હાલમાં આ સ્થળને કામચલાઉ રીતે ‘બરબાદપુર’ નામ અપાયું છે. ઉત્ખનન દરમિયાન સંશોધકોને એક જ દિશામાં વ્યવસ્થિત રીતે દફનાવાયેલાં 100થી વધુ માનવ હાડપિંજરો મળ્યાં હોવાનું સંશોધક ટીમના સૂત્રોનું કહેવું છે. આ ઉપરાંત ટેરાકોટાની વસ્તુઓ, માટીનાં વાસણો, દીવા, તાંબાના સિક્કા, રમકડાં અને બાંધકામના અવશેષો પણ પ્રાપ્ત થયાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરક્ષા જવાનોને પેટ્રોલિંગ દરમિયાન આ સ્થળની પ્રાથમિક જાણકારી મળી હતી. ત્યારબાદ આગળ જાણ કરવામાં આવતાં સંશોધકોએ સ્થળની મુલાકાત લીધી અને પુરાતત્ત્વીય પુરાવાઓનું દસ્તાવેજીકરણ કર્યું. વર્ષ 1819ના કચ્છના વિનાશક ભૂકંપ બાદ નદીના પ્રવાહમાં થયેલા સંભવિત ફેરફારોને કારણે જમીન નીચે દટાયેલા અવશેષો સમયાંતરે સપાટી પર આવ્યા હોવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સંશોધકોનું માનવું છે કે, મળી આવેલા અવશેષોની વિવિધતા દર્શાવે છે કે આ સ્થળ માત્ર સામાન્ય રહેણાક વિસ્તાર નહોતું, પરંતુ એક વિકસિત અને સમૃદ્ધ માનવ વસાહત હોઈ શકે છે.
કચ્છ યુનિવર્સિટીના જિઓસાયન્સ વિભાગના ઇન્ચાર્જ ડો. ગૌરવ ચૌહાણની ટીમે આ સ્થળનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કર્યું છે. સંશોધકો અનુમાન લગાવી રહ્યા છે કે પ્રાચીન સમયમાં આ વિસ્તાર નદીકાંઠાની વસાહત તરીકે વિકસ્યો હશે. સિંધુ નદીના જૂના વહેણ સાથે આ વિસ્તારના સંભવિત સંબંધ અંગે પણ સંશોધન ચાલી રહ્યું છે.
પ્રાથમિક અનુમાન મુજબ આ સ્થળ આશરે 1000થી 1500 વર્ષ જૂનું હોઈ શકે છે. જો કે તેની ચોક્કસ ઉંમર વૈજ્ઞાનિક પરીક્ષણો બાદ જ નક્કી થશે. માનવ અવશેષો અને પુરાતત્ત્વીય સામગ્રીનું કાર્બન ડેટિંગ, ડીએનએ વિશ્લેષણ અને અન્ય આધુનિક પદ્ધતિઓ દ્વારા પરીક્ષણ કરવામાં આવશે.

કચ્છના રણમાં ઉત્ખનનઃ ધોળાવીર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.