ગ્રુમિંગ ગેંગના કેદીઓની વહેલી મુક્તિની સમીક્ષા કરવા વડાપ્રધાનનો આદેશ

વડાપ્રધાન એન્ડી બર્નહામે કેદીઓ માટેની અર્લી રિલીઝ સ્કીમ હેઠળ જેલમાંથી મુક્ત થવાને પાત્ર એવા ગ્રુમિંગ ગેંગના કેદીઓની તાત્કાલિક સમીક્ષાનો આદેશ આપ્યો છે.

લંડનઃ વડાપ્રધાન એન્ડી બર્નહામે કેદીઓ માટેની અર્લી રિલીઝ સ્કીમ હેઠળ જેલમાંથી મુક્ત થવાને પાત્ર એવા ગ્રુમિંગ ગેંગના કેદીઓની તાત્કાલિક સમીક્ષાનો આદેશ આપ્યો છે.

વડાપ્રધાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બર્નહામે જસ્ટિસ ડિપાર્ટમેન્ટને ગ્રુમિંગ ગેંગના કેસોની ચોક્કસ ઓળખ માટે વિગતવાર સમીક્ષાની વિનંતી કરી છે. આ કામગીરી તાકિદના ધોરણે કરવામાં આવી રહી છે. વડાપ્રધાન માટે આ બાબત અત્યંત સંવેદનશીલ છે અને તેમણે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરીને એ સુનિશ્ચિત કર્યું છે કે આ જધન્ય ગુનાઓના અપરાધીઓ સાથે પીડિતોના ન્યાયને અનુરૂપ કડક કાર્યવાહી કરવામાં આવે.

હાલના તબક્કે આ સમીક્ષા માત્ર એવા ગુનેગારોની ઓળખ કરશે જેમને વહેલા મુક્ત કરવામાં આવી શકે છે. જોકે આ સમીક્ષાના પરિણામે ગ્રુમિંગ સંબંધિત ગુનાઓ માટે દોષિત ઠરેલા ગુનેગારોની વહેલી મુક્તિ અટકાવવામાં આવશે કે નહીં તેની સરકારે હજુ સુધી પુષ્ટિ કરી નથી.

સરકાર જેલોમાં ભીડ ઓછી કરવાના હેતુથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આશરે 5,000 કેદીઓને વહેલા મુક્ત કરવાની યોજના પર કામ કરી રહી છે.

ગ્રુમિંગ ગેંગના કેદીઓની વહેલી મુક્તિની સમીક્ષા કરવા વડાપ્રધાનનો આદેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.