ડ્યૂટી બચાવવા પાકિસ્તાનની ખારેકને દુબઈની દર્શાવાઈ

પોર્ટ પર આયાત થયેલાં ખારેકનાં 14 કન્ટેનરમાં મિસ-ડિક્લેરેશનનો પર્દાફાશ થયો છે. DRIના અધિકારીઓએ કન્ટેનર અટકાવી તપાસ હાથ કરતાં રૂ.3.50 કરોડની 364 ટન ખારેકનો જથ્થો જપ્ત કર્યો છે.
કંડલા: પોર્ટ પર આયાત થયેલાં ખારેકનાં 14 કન્ટેનરમાં મિસ-ડિક્લેરેશનનો પર્દાફાશ થયો છે. DRIના અધિકારીઓએ કન્ટેનર અટકાવી તપાસ હાથ કરતાં રૂ.3.50 કરોડની 364 ટન ખારેકનો જથ્થો જપ્ત કર્યો છે. આ પાછળનો મુખ્ય હેતુ પાકિસ્તાની ખારેકની 200 ટકા કસ્ટમ્સ ડ્યૂટી બચાવવાનો હતો, જેથી આ ખારેક દુબઈની દર્શાવાઈ હતી, જેથી 190 ટકા કસ્ટમ ડ્યૂટી બચાવી શકાય. કસ્ટમે ખારેકની આયાત કરનારા શખ્સની ધરપકડ કરી છે.
