દ્રોણેશ્વર એસજીવીપી દ્વારા વૃક્ષારોપણ

એસજીવીપી ગુરુકુળ અમદાવાદ દ્વારા હાથ ધરાયેલા એક લાખ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સંસ્થાની દ્રોણેશ્વર શાખાના સંતો - વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોતે પૂ. સ્વામી માધવપ્રિયદાસજીના શુભ હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો આરંભ કર્યો હતો.
એસજીવીપી ગુરુકુળ અમદાવાદ દ્વારા હાથ ધરાયેલા એક લાખ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત સંસ્થાની દ્રોણેશ્વર શાખાના સંતો - વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોતે પૂ. સ્વામી માધવપ્રિયદાસજીના શુભ હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો આરંભ કર્યો હતો. આ ઝૂંબેશના ભાગરૂપે ઉના વિસ્તારના અનેક ગામોમાં હજારો વૃક્ષો ઉછેરવામાં આવશે. દ્રોણેશ્વર ગુરુકુળના ભંડારી સ્વામી હરિકૃષ્ણદાસજી, સ્વામી નરનારાયણદાસજી અને ગુરુકુળના આધ્યાત્મિક શિક્ષક મહેશ જોશી સહિત સહુ કોઇ ગામેગામ જનસંર્પક અભિયાન ચલાવીને વૃક્ષારોપણ અંગે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે.
