બ્રિટનની યુવાપેઢીમાં ડાયાબિટીસના કેસોમાં ચિંતાજનક વધારો
ઇમ્પીરિયલ કોલેજ લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ મેટાબોલિઝમ, ડાયજેસન એન્ડ રિપ્રોડક્શનના ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર શિવાની મિશ્રાના નેતૃત્વમાં તૈયાર કરાયેલું સંશોધન તાજેતરમાં ધ લેન્સેટ રિજનલ હેલ્થ યુરોપમાં પ્રકાશિત થયું છે.
લંડનઃ ઇમ્પીરિયલ કોલેજ લંડનના ડિપાર્ટમેન્ટ ઓફ મેટાબોલિઝમ, ડાયજેસન એન્ડ રિપ્રોડક્શનના ક્લિનિકલ એસોસિએટ પ્રોફેસર શિવાની મિશ્રાના નેતૃત્વમાં તૈયાર કરાયેલું સંશોધન તાજેતરમાં ધ લેન્સેટ રિજનલ હેલ્થ યુરોપમાં પ્રકાશિત થયું છે. સમગ્ર ઇંગ્લેન્ડની વસતીમાં ઉંમર, જાતિ અને વંશીયતાના આધારે ડાયાબિટીસના નવા કેસોના વલણોની તપાસ કરનારો આ પ્રથમ અભ્યાસ છે.અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, ઇંગ્લેન્ડમાં ખાસ કરીને નાની વયની મહિલાઓમાં ટાઇપ-2 ડાયાબિટીસનું નિદાન થવાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં નાની ઉંમરે ઓબેસિટી વધવાને કારણે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ નાની વયે જ વધી રહ્યું છે જેના લીધે નિદાનની સરેરાશ ઉંમર ઘટી છે.
તેમણે ઉમેર્યું હતું કે, નાની વયે ટાઇપ-2 ડાયાબિટીસ થવાથી સ્વાસ્થ્ય પર પડતી ગંભીર અસરોને ધ્યાનમાં લેતાં આ બાબત ખૂબ જ ચિંતાજનક છે. જેમ જેમ આ સંખ્યા વધી રહી છે, તેમ આપણે શક્ય તેટલી વહેલી તકે અસરકારક સારવાર અમલમાં મૂકવા વિશે વિચારવાની જરૂર છે.
