મહર્ષિ અરવિંદનું ઐતિહાસિક ઉત્તરપાડા પ્રવચન

મહર્ષિ અરવિંદને 6 મે, 1909ના રોજ અલીપોર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમને દેશના વિવિધ ભાગોમાંથી પ્રવચન આપવાનાં આમંત્રણો પ્રાપ્ત થઈ રહ્યાં હતાં. ઉત્તરપાડામાંથી તેમના ક્રાંતિકારી શિષ્ય અમરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય અને ભાવિક સમર્થક રાજેન્દ્રનાથ મુખરજીએ તેમની સંસ્થા ધર્મ રક્ષિણી સભાના વતી આવું જ આમંત્રણ આપ્યું હતું. મહર્ષિ અરવિંદે અગમ્ય કારણોસર ધર્મ રક્ષિણી સભાનું આમંત્રણ સ્વીકારી લીધું હતું. મહર્ષિ અરવિંદને સાથે લાવવા અમરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય 30 મે, 1909ના રોજ જાતે જ કલકત્તા ગયા હતા.

મહર્ષિ અરવિંદને કલકત્તાના હાવડા સ્ટેશનથી ટ્રેન દ્વારા ઉત્તરપારા લાવવામાં આવ્યા હતા. વધુ પ્રમાણમાં લોકોને તેમના દર્શન કરવાનો લાભ પ્રાપ્ત થઈ શકે તે હેતુસર પરિવહનના માધ્યમ તરીકે ટ્રેનની પસંદગી કરવામાં આવી હતી.
લગભગ બપોરના 2.00 વાગ્યાના સુમારે ટ્રેન ઉત્તરપાડા સ્ટેશન પર આવી પહોંચી અને સમગ્ર ટ્રેન પ્લેટફોર્મ પર ખાલી થઈ ગઈ. રાજા પિયારી મોહન મુખરજી તેમના જ્યેષ્ઠ પુત્ર રાજેન્દ્રનાથ મુખરજી (સ્નેહપૂર્વક મિચિરી બાબુ તરીકે ઓળખાતા) સાથે સ્ટેશન પર પહેલેથી હાજર રહ્યા હતા. તેમણે મહર્ષિ અરવિંદનું પુષ્પહારથી સ્વાગત કર્યું અને તેમના સન્માનમાં દસ બોમ્બના વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
મહર્ષિ અરવિંદે સ્ટેશનની નજીક અમરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના કાકા શ્રી સૌરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયના નિવાસે થોડી વાર આરામ કર્યો હતો.
સભાનો સમય સાંજના 5.00 કલાકનો નિર્ધારિત કરાયો હતો. મહર્ષિ અરવિંદ નિર્ધારિત કરાયેલા સમયથી થોડી વાર પહેલાં જ એકત્ર લોકોની સાથે પગપાળા જયકૃષ્ણ લાઇબ્રેરીના મેદાન તરફ રવાના થયા. સમગ્ર માર્ગને પાંદડાં અને ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. પડોશના ઘરોમાંથી મહિલાઓ પુષ્પોની વર્ષા કરી રહી હતી.
લાઇબ્રેરીના મેદાન પર રાજેન્દ્રનાથ મુખરજીએ મહર્ષિ અરવિંદને સાષ્ટાંગ પ્રણામ (સંપૂર્ણ રીતે જમીન પર લાંબા થઈને પ્રણામ) કર્યા અને મહર્ષિના પગ સુધી લંબાઈ સુધી પહોંચતા પુષ્પહારથી તેમનું સ્વાગત કર્યું હતું. એમ પણ કહેવાય છે કે તે પુષ્પહારની પ્રત્યેક ગાંઠમાં તેમણે વ્યક્તિગત રીતે હસ્તલિખિત કવિતા લગાવી હતી. જ્યારે કોઈએ હારમાંથી કવિતા ધરાવતા કાગળનો એક ટુકડો ફાડી નાખ્યો ત્યારે ભારે ક્રોધે ભરાયેલા રાજેન્દ્રનાથ મુખરજીએ એમ કહ્યું હતું કે જો કોઈએ તેમના નિવાસમાંથી શાલિગ્રામ શિલા (પવિત્ર પથ્થર) ચોરી લીધી હોત તો પણ તેમને આટલો બધો ગુસ્સો ન આવ્યો હોત.
ગમે તે હોય, લાઇબ્રેરીના મેદાનનાં દક્ષિણ-પૂર્વ ખૂણામાં મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. તેની જમણી તરફ દક્ષિણેશ્વર મંદિરનો ઘંટનાદ અને પવિત્ર ગંગાનો શાંત, લહેરાતો અવાજ સાંભળી શકાતો હતો.
મહર્ષિ અરવિંદે દસ હજાર લોકોની ભીડ સમક્ષ માઇક્રોફોન વિના જ પોતાના પ્રવચનનો આરંભ કર્યો. સમગ્ર મેદાન પર એક શાંત, સંપૂર્ણ મૌન છવાઈ ગયું હતું.
આ ઐતિહાસિક પ્રવચન પાછળથી ઉત્તરપાડા સ્પીચ તરીકે પ્રસિદ્ધ થયું હતું. આ સંબોધન દ્વારા જ તેમણે અલીપોર જેલમાં ભગવાન વાસુદેવનું આધ્યાત્મિક દર્શન થયું હોવાનું સૌપ્રથમ વખત દસ હજારની ભાગ્યશાળી જનમેદની સમક્ષ પ્રગટ કર્યું હતું. આ મહાન અનુભૂતિ પાછળથી સમગ્ર વિશ્વ સુધી પહોંચી હતી..
મહર્ષિ અરવિંદ આ જ દિવસની સાંજે રાજા પિયારી મોહનની ઘોડાગાડી (જુડી ગાડી)માં કલકત્તા પરત ફર્યા હતા.