માત્ર ભોજન નહીં, સ્ટ્રેસ અને દારૂ પણ બેલી ફેટ વધારે છે
ઘણીવાર આપણે બહાર નીકળેલા પેટ માટે કસરત અથવા આહારને દોષી ઠેરવીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે પેટની ચરબી (બેલી ફેટ)ના વિવિધ પ્રકારો હોય છે અને દરેકનું કારણ સાવ અલગ અલગ હોય છે? ક્યારેક તે તણાવને કારણે થાય છે, ક્યારેક હોર્મોનલ ફેરફારોને કારણે તો ક્યારેક તે કોઈ રોગની નિશાની પણ હોઈ શકે છે. વિખ્યાત હેલ્થ જર્નલ ‘ધ લેન્સેટ’ના તાજેતરના અભ્યાસ મુજબ, 40 ટકા ભારતીય મહિલાઓ અને 12 ટકા ભારતીય પુરુષો પેટની વધારાની ચરબીથી પીડાય છે. મતલબ કે તેમની કમર અને પેટ પર વધારાની ચરબી એકઠી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આજે આપણે પેટની ચરબીના પ્રકારો અને તેનાથી સંબંધિત મહત્વપૂર્ણ તથ્યો જાણીએ...

પેટની ચરબીના આ ચાર મુખ્ય પ્રકારો વિશે જાણો
1) સ્ટ્રેસ બેલીઃ માનસિક તણાવના કારણે થતી આ ચરબી પેટના મધ્યભાગમાં જમા થાય છે. સ્ટ્રેસ શરીરમાં કોર્ટિસોલ નામના હોર્મોનનું પ્રમાણ વધારે છે, જે પેટની આસપાસ ચરબી જમા કરે છે. ઊંઘનો અભાવ, થાક, વધુ પડતી મીઠાઇ ખાવાની આદત, ચિંતા કે બેચેની જેવા કારણ શરીર પર ચરબી વધારે છે.
2) પીસીઓએસ બેલીઃ આ ચરબી સ્ત્રીઓમાં પેટના નીચેના ભાગમાં જોવા મળે છે. પીસીઓએસ (પોલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) ઇન્સ્યુલિન રેસિસ્ટેન્સ અને હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે. અનિયમિત માસિક સ્ત્રાવ, ખીલ, વજન ઘટાડવામાં મુશ્કેલી વગેરે આ પીસીઓએસ બેલીના મુખ્ય લક્ષણ ગણાય છે.
3) થાઇરોઇડ બેલીઃ આ ચરબી આખા શરીરમાં ફેલાયેલી હોય છે, પરંતુ પેટ પર વધુ દેખાય છે. હાઇપોથાઇરોડિઝમને કારણે મેટોબોલિઝમની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. થાક, ઠંડી સહન ન થવી, શુષ્ક ત્વચા, વજનમાં ઝડપી વધારો વગેરે થાઇરોઇડ બેલીના લક્ષણો છે.
4) આલ્કોહોલ બેલીઃ આમાં પેટ ઉપરથી ફૂલી જાય છે, જેને બીટર બેલી પણ કહેવામાં આવે છે. વધુ પડતા આલ્કોહોલના સેવનથી ફેટી લીવરની સમસ્યા સંભાવના પણ અનેકગણી વધી જાય છે. આ ચરબીના લક્ષણો જોઇએ તો, પેટમાં સોજો, લીવર એન્ઝાઇમમાં વધારો અને પેટના ઉપરના ભાગમાં ભારેપણું વગેરે મુખ્ય છે.
પેટની ચરબી વિશે માન્યતા અને હકીક્ત
• માન્યતા-1ઃ કસરત અને ડાયેટથી પેટની ચરબી દૂર થતી નથી.
હકીકતઃ કસરત અને ડાયેટ સામાન્ય સંજોગોમાં જરૂર અસરકારક સાબિત થાય છે, પરંતુ પીસીઓએસ, થાઇરોઇડ કે લીવર સંબંધિત પેટની ચરબી માટે માત્ર ડાયેટ પ્લાનિંગ પૂરતું નથી. મેડિકલ કન્સલ્ટેશન, ટેસ્ટ અને ક્યારેક મેડિસીનની જરૂર પડે છે.
• માન્યતા-2ઃ વધુ પડતું ખાવાથી જ પેટ બહાર નીકળે છે. ડિટોક્સ પીણાં ચરબી ઓગાળે છે.
હકીકતઃ હોર્મોનલ કારણોસર પણ ચરબી વધી શકે છે. ડિટોક્સ પીણાં પીવાથી ચરબી ઘટતી હોવાની વાતે કોઈ વૈજ્ઞાનિક તથ્ય - આધાર નથી.
• માન્યતા-૩: પાતળા લોકો ક્યારેય મેદસ્વી બનતા નથી.
હકીકતઃ આ સાચું નથી. ક્યારેક વિસરલ ફેટ હોઈ શકે છે.