રેપ કેસના આરોપી પાક.ના પૂર્વ મંત્રીને બ્રિટન લાવવાની કવાયત

1990ના દાયકામાં માન્ચેસ્ટરમાં બાળકીઓ પર બળાત્કાર અને માનવ તસ્કરીના આરોપસર પાકિસ્તાનના પૂર્વ મંત્રી રુખસાર અહેમદની ધરપકડ કરાઇ હતી. 62 વર્ષીય રુખસાર અહેમદ પોલીસ જામીન પર હતો. તેની 18 જુલાઈ 2024ના રોજ માન્ચેસ્ટર એરપોર્ટ પરથી ધરપકડ કરાયા બાદ જામીન પર મુક્ત કરાયો હતો.

લંડનઃ 1990ના દાયકામાં માન્ચેસ્ટરમાં બાળકીઓ પર બળાત્કાર અને માનવ તસ્કરીના આરોપસર પાકિસ્તાનના પૂર્વ મંત્રી રુખસાર અહેમદની ધરપકડ કરાઇ હતી. 62 વર્ષીય રુખસાર અહેમદ પોલીસ જામીન પર હતો. તેની 18 જુલાઈ 2024ના રોજ માન્ચેસ્ટર એરપોર્ટ પરથી ધરપકડ કરાયા બાદ જામીન પર મુક્ત કરાયો હતો.

રુખસાર અહેમદને ગયા મહિને માન્ચેસ્ટર પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું પરંતુ તે બીમારીનું કારણ આપીને હાજર થયો નહોતો. તે જ સમયે તે પીઓકેમાં યોજાઇ રહેલી ચૂંટણી માટે પ્રચાર કરતો જોવા મળ્યો હતો.  

તાજેતરમાં જ તે શાહબાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનના ઉમેદવાર તરીકે મીરપુર (LA-4) બેઠક પરથી ફરી ચૂંટાઇ આવ્યો હતો. ગ્રેટર માન્ચેસ્ટર પોલીસ તપાસ ચલાવી રહી છે. જો અહેમદ આગામી છ સપ્તાહમાં જામીનની શરતો મુજબ હાજર નહીં થાય, તો બ્રિટિશ પોલીસ તેના વિરુદ્ધ એરેસ્ટ વોરંટ જારી કરી શકે છે અથવા પ્રત્યર્પણની પ્રક્રિયા હાથ ધરી શકે છે.

રેપ કેસના આરોપી પાક.ના પૂર્વ મંત્રીને બ્રિટન લાવવાની કવાયત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.