રોબોટિક્સની દુનિયામાં હવે ‘માનવીય ચેતનાનો સંચાર’
રોબોટિક્સની દુનિયા હવે ઝડપથી માણસો જેવી જ ચેતનાથી જીવંત બની રહી છે. અહેડફોર્મ કંપની દ્વારા તૈયાર કરાયેલો આવો જ એક રોબોટ માત્ર આપણી વાત જ નથી સમજતો, પરંતુ તે સ્મિત આપી શકે છે, ચહેરાના હાવભાવની સાથે આશ્ચર્ય કે ઉદાસી પણ વ્યક્ત કરી શકે છે. રોબોટિક્સ નિષ્ણાતો કહે છે કે આ પ્રકારના રોબોટ હોસ્પિટલ અને હેલ્થકેર, વૃદ્ધોની સંભાળ, રિસેપ્શન અને કસ્ટમર સર્વીસ, શિક્ષણ સહિતના ક્ષેત્રે સેવા આપવા સક્ષમ હશે.
વોશિંગ્ટનઃ રોબોટિક્સની દુનિયા હવે ઝડપથી માણસો જેવી જ ચેતનાથી જીવંત બની રહી છે. અહેડફોર્મ કંપની દ્વારા તૈયાર કરાયેલો આવો જ એક રોબોટ માત્ર આપણી વાત જ નથી સમજતો, પરંતુ તે સ્મિત આપી શકે છે, ચહેરાના હાવભાવની સાથે આશ્ચર્ય કે ઉદાસી પણ વ્યક્ત કરી શકે છે. રોબોટિક્સ નિષ્ણાતો કહે છે કે આ પ્રકારના રોબોટ હોસ્પિટલ અને હેલ્થકેર, વૃદ્ધોની સંભાળ, રિસેપ્શન અને કસ્ટમર સર્વીસ, શિક્ષણ સહિતના ક્ષેત્રે સેવા આપવા સક્ષમ હશે.
નવા વિકસાવાયેલા આ રોબોટના ચહેરાની ત્વચા નીચે ઘણી નાની-નાની કસ્ટમ મોટર્સ અને કૃત્રિમ ‘માંસપેશીઓ’ ફિટ કરાઇ છે. આ અત્યાધુનિક મિકેનિઝમ તેના ભાવોને એટલા કુદરતી અને વાસ્તવિક બનાવે છે કે કોઈ માણસ સાથે વાતચીત કરી રહ્યા હોય તેવો જ અનુભવ થાય છે. તેની આંખોની મૂવમેન્ટ અને પલકારા મારવાની ઝડપ પણ બિલકુલ કુદરતી જેવી લાગે છે. આ રોબોટ કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મની જેમ સ્ક્રીનની બહાર આવીને વાસ્તવિક દુનિયામાં કામ કરવા સક્ષમ છે. તેની અદભૂત ખાસિયતો અને વિવિધ ફિચર્સના લીધે આ રોબોટ આગામી સમયમાં માનવ અને મશીન વચ્ચેના સંબંધોને સંપૂર્ણપણે બદલી નાખે તો પણ નવાઇ નહીં. જોકે આ માટે કિંમત પણ તગડી ચૂકવવી પડશે - જે રૂ. 50 લાખથી લઇને બે કરોડ સુધીની હોઇ શકે છે.
