વિકસિત ભારત 2047ઃ વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ

વિકસિત ભારત 2047ઃ વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ

ભારત સરકારે પોતાના માટે અને સમગ્ર દેશ માટે ભારતને 2047સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું સરાહનીય લક્ષ્ય સ્થાપિત કર્યું છે. આ વર્ષ ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું એકસોમું વર્ષ બની રહેશે. સામાન્ય સમજ એવી છે કે ‘વિકસિત ભારત’ એટલે કે વિકાસ પામેલો દેશ. આમ છતાં, વાસ્તવમાં તેનો અર્થ શું હોઈ શકે તેને જાહેર નીતિ દ્વારા સમજાવાય તે આવશ્યક બની રહે છે. આ લેખ આવી સમજ આપવાનો પ્રયાસ છે.

ભારત સરકારે પોતાના માટે અને સમગ્ર દેશ માટે ભારતને 2047સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું સરાહનીય લક્ષ્ય સ્થાપિત કર્યું છે. આ વર્ષ ભારતની સ્વાતંત્ર્ય પ્રાપ્તિનું એકસોમું વર્ષ બની રહેશે. સામાન્ય સમજ એવી છે કે ‘વિકસિત ભારત’ એટલે કે વિકાસ પામેલો દેશ. આમ છતાં, વાસ્તવમાં તેનો અર્થ શું હોઈ શકે તેને જાહેર નીતિ દ્વારા સમજાવાય તે આવશ્યક બની રહે છે. આ લેખ આવી સમજ આપવાનો પ્રયાસ છે.

10 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્રઃ વિશ્વમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) અથવા કુલ ઘરેલુ ઉત્પાદના સંદર્ભે ચોથા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર હોવાનું ગૌરવ ભારત લઈ શકે છે, પરંતુ એ હકીકત તો રહે જ છે કે 1.5 બિલિયનના આંકડે જઈ રહેલી વસ્તી માટે 4.5 ટ્રિલિયન ડોલરનું વર્તમાન GDP સામાન્ય ધારાધોરણો કરતાં થોડું નીચે છે. આથી, જો ભારતે વાસ્તવિક સંદર્ભમાં ‘વિકસિત’ બનવું જ હોય તો GDP નોંધપાત્રપણે વધીને ઓછામાં ઓછાં 10 ટ્રિલિયન ડોલરના આંકડે પહોંચવો જોઈએ. જો આપણે કેટલીક બાબતો હાંસલ કરી શકીએ તો આમ થવું તદ્દન શક્ય છે. સૌ પહેલા તો આપણા GDPના 40 ટકા વિદેશ વેપારના છે આથી, આંતરરાષ્ટ્રીય વેપારમાં આપણો હિસ્સો બમણો થવો જ જોઈએ.

ખાસ કરીને, વૈશ્વિક નિકાસોમાં આપણો હિસ્સો આશરે 2 ટકાની આસપાસ રહ્યા કરે છે તેને વધારીને 10 ટકા કરાવો જોઈશે. બીજુ, આપણું ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) છેલ્લા વર્ષ માટે 100 બિલિયન ડોલરથી થોડું ઓછું રહ્યું છે તે પણ અનેકગણું વધવું જોઈએ. આ બે બાબતો શક્ય બનાવવા માટે ભારત સરકારે ભૂમિ, શ્રમ, પાવર-ઊર્જા, એગ્રિકલ્ચર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નિયંત્રણકારી અવરોધો જેવાં ક્ષેત્રોમાં ધરમૂળ આર્થિક સુધારાઓ હાથ ધરવા જોઈએ.

સમાવેશી આર્થિક વૃદ્ધિઃ ઉપર જણાવ્યા મુજબ GDP વધારવો જ જોઈએ તે નિર્વિવાદ છે, પરંતુ તે માત્ર પુરતું નથી. વૃદ્ધિ કે વિકાસ સમાવેશી હોવો જોઈએ એટલે કે પિરામીડના પાયામાં રહેલા વંચિત કે કચડાયેલા લોકો સુધી પહોંચવો જોઈએ. સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના જેવી ઉત્કૃષ્ટ યોજનાઓ હાથ ધરાઈ છે, પરંતુ એથી પણ આગળ વધીને કેન્દ્ર અને રાજ્ય સરકારો, બંને માટે યુવાનો માટે રોજગાર કે નોકરી સર્જન રાષ્ટ્રીય મંત્ર બની રહેવો જોઈએ.

માત્ર સરકાર એકલી અથવા સંગઠિત સેક્ટર પણ આવશ્યક નોકરીઓ પુરી પાડી શકે તે શક્ય નથી. એક એવી ઈકોસિસ્ટમ બનાવવી મહત્ત્વની છે જ્યાં યુવાઓ માત્ર નોકરીઓ શોધનારા નહિ, પરંતુ એન્ટ્રેપ્રીન્યોર્સ અને નોકરી સર્જનારા બની શકે. આર્થિક અસમાનતાના વર્તમાન સ્તરને ચલાવી શકાય તેવા નથી અને સમાજને વધુ સમાધિકારી બનાવવાના પ્રયાસો કરાવા જ જોઈએ.

કૌશલ્યઃ એ તો સર્વવિદિત બાબત છે કે આપણી શિક્ષણપદ્ધતિ મુખ્યત્વે ગોખણપટ્ટી પર જ ભારે આધારિત છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં ગ્રેજ્યુએટ્સ બહાર પાડે છે, જેઓ તત્કાળ નોકરીમાં રાખવાને લાયક હોતા નથી. આ સંદર્ભમાં ગ્રેજ્યુએટ્સને કૌશલ્ય અને પુનઃકૌશલ્યક્ષમ બનાવવાનું મહત્ત્વ વધી જાય છે. વોકેશનલ ટ્રેનિંગ, ઈન્ડસ્ટ્રી-એકેડેમિક સહયોગ અને આપણા ગ્રેજ્યુએટ્સને ટેકનિકલ કુશળતા (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સહિત) પૂરી પાડવાના વિચારને વિશિષ્ટ મિશન સમાન મહત્ત્વ અપાવું જોઈએ. ખાનગી અને જાહેર ક્ષેત્રમાં શિક્ષણ પાછળનો ખર્ચ મોટા પાયે, ખાસ કરીને રાષ્ટ્રીય સરેરાશમાં પાછળ રહેલા રાજ્યોમાં વધારવો જોઈશે. આની સાથોસાથ, તમામ સંબંધિત સંસ્થાઓમાં રિસર્ચ અને વિકાસને સૌથી મહત્ત્વ અપાવું જોઈશે. એ વાત સાચી છે કે આશરે 1.5 બિલિયન જેટલી વસ્તી ભારત માટે મોટું ઈનામ છે, પરંતુ, આ ત્યારે જ સાચું કહેવાશે જ્યારે આ વસ્તી નોલેજ ઈકોનોમીના પડકારોનો સામનો કરવા પુરતું કૌશલ્ય ધરાવતી હોય.

આરોગ્યઃ ભારતની હેલ્થકેર સિસ્ટમ ગતિશીલ ડિજિટિલાઈઝેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ થકી નાટ્યાત્મક બદલાવ તરફ આગળ વધી રહેલ છે. જોકે, વધતી મેડિકલ કોસ્ટ અને લાંબા રોગોના બોજાના પરિણામે પડકારો તો રહે જ છે. સરકારે આયુષ્યમાન ભારત અને આયુષ્યમાન આરોગ્ય મંદિર યોજનાઓ જેવાં નોંધપાત્ર પ્રયાસો હાથ ધર્યા છે જેના થકી દેશમાં આરોગ્યસંભાળ પૂરી પાડવા સંદર્ભે નોંધપાત્ર અસરો સર્જાઈ છે. ડોક્ટર અને પેશન્ટની ખાઈ પૂરવાના પ્રયાસરૂપે 2014 પછી મેડિકલ બેઠકોની સંખ્યા બમણાથી પણ વધારાઈ છે. ભારતને મેડિકલ ટુરિઝમના વૈશ્વિક કેન્દ્ર સ્વરૂપે આગળ વધારવાના સફળ પ્રયાસો પણ કરાયા છે. આ બધાં છતાં, ગંભીર પડકારો તો રહે જ છે.

હેલ્થકેરમાં જાહેર ખર્ચ હજુ પણ ઈચ્છિત સ્તરે પહોંચ્યો નથી. ભારત હૃદયરોગો અને ડાયાબિટીસની વૈશ્વિક રાજધાની બની જવાનું જોખમ પણ ધરાવે છે. આથી, ભારતે તેની વસ્તીની વિશાળ બહુમતી માટે સુલભ, પોસાય તેવું અને ગુણવત્તાસભર જાહેર આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ધરમૂળથી પરિવર્તન ચાલુ રાખવાની જરૂર છે. નેશનલ હેલ્થ મિશન નોંધપાત્ર કામગીરી કરી રહ્યું છે. તેને માત્ર મજબૂત અને સુવ્યવસ્થિત બનાવવાની જરૂર છે.

ચિરસ્થાયી વિકાસઃ ભારતે વિકાસ સાધવા માટે ઔદ્યોગિક રાષ્ટ્રો દ્વારા અપનાવાયેલા હાઈ-કાર્બન માર્ગ અથવા તો આજે પણ સમગ્ર વિશ્વ દ્વારા સંયુક્તપણે વપરાશ કરાતા કોલસા કરતાં પણ વધુ કોલસો બાળતા ચીનનો માર્ગ અનુસરવો ન જોઈએ. આજે ભારત એક મોટું અર્થતંત્ર છે જેની પાસે લો-કાર્બન પાથવેને અનુસરી ચિરસ્થાયી વિકાસ પર આધારિત ઊંચી આવકના અર્થતંત્ર બનવાની ગર્ભિત ક્ષમતા સાથેની સંભાવના છે. ભારતે આમ એટલા માટે ન કરવું જોઈએ કે સમગ્ર વિશ્વ આ ઈચ્છે છે, પરંતુ આ દેશના લોકો તેમના અધિકારની દષ્ટિએ ઈચ્છતા હોવાથી કરવું જોઈએ.

ઉપસંહારઃ ભારત વાસ્તવમાં 2047 સુધીમાં વિકસિત ભારત બનવાની સ્થિતિમાં ગોઠવાયેલું છે. જોકે, દેશે લક્ષ્યવેધની સ્થિતિ અને સમગ્ર સરકારનો અભિગમ આ રાષ્ટ્રીય પ્રયાસમાં કોઈ પણ બાબતે કામગીરી થયા વિનાની ન રહે તેની ચોકસાઈ રાખવાનો હોવો જોઈશે. કોઈ પણ હિસાબે, આગામી 20 વર્ષ ભારતના ઈતિહાસમાં અતિ મહત્ત્વપૂર્ણ સમયગાળો બની રહેશે તેમાં શંકા નથી.

(ડો. મોહન કુમાર ફ્રાન્સના પૂર્વ ભારતીય એમ્બેસેડર અને વર્તમાનમાં ઓ.પી. જિન્દાલ ગ્લોબલ યુનિવર્સિટીના ડીન/પ્રોફેસર છે. લેખમાં તેમના મંતવ્યો અંગત છે.)

વિકસિત ભારત 2047ઃ વિકસિત રાષ્ટ્ર બનવાનો રોડમેપ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.