વેઇટ લોસ ઇન્જેક્શનોથી યુકેમાં 216ના મોત, 18,000ને ગંભીર રિએક્શન
યુકેમાં વજન ઘટાડવાના માટે ઉપયોગમાં લેવાતા માઉન્જારો અને વેગોવી જેવા ઇન્જેક્શન લેવાના કારણે 216 લોકોના મોત થયાં છે. તેમાં પણ ટિરઝેપ્ટાઇડનો ઉપયોગ કર્યો હતો તેવા મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધુ હતી. ટિરઝેપ્ટાઇડ માઉન્જારોમાં રહેલું મુખ્ય ઘટક છે જેને સ્લિમિંગ ઇન્જેક્શનના કિંગકોંગ તરીકે ઓળખાય છે.
લંડનઃ યુકેમાં વજન ઘટાડવાના માટે ઉપયોગમાં લેવાતા માઉન્જારો અને વેગોવી જેવા ઇન્જેક્શન લેવાના કારણે 216 લોકોના મોત થયાં છે. તેમાં પણ ટિરઝેપ્ટાઇડનો ઉપયોગ કર્યો હતો તેવા મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધુ હતી. ટિરઝેપ્ટાઇડ માઉન્જારોમાં રહેલું મુખ્ય ઘટક છે જેને સ્લિમિંગ ઇન્જેક્શનના કિંગકોંગ તરીકે ઓળખાય છે.
સરકારી આંકડા અનુસાર 2024-2025માં આ પ્રકારના ઇન્જેક્શનના કારણે વાર્ષિક મોતમાં 300 ટકાનો વધારો નોંધાયો છે. 2010થી અત્યાર સુધીમાં આ પ્રકારના ઇન્જેક્શનોને કારણે 1,50,000 કરતાં વધુ લોકોને રિએક્શન આવ્યું હતું. જેમાં 18,000 કેસ ગંભીર અને જીવલેણ હતા. મોટાભાગના લોકોને પાચનતંત્રની સમસ્યા જેવી કે પેન્ક્રિયાસમાં સોજો અને પેટના લકવા જેવી સમસ્યા થઇ હતી.
માઉન્જારોનો ડોઝ વધારવાના કારણે કેરોલિન સેવેજનું મોત થયું હતું. તેના આંતરડામાં કાણા પડી ગયા હતા અને બેક્ટેરિયા તેના પેટમાં જવા લાગ્યા હતા. આ સ્થિતિને જીવલેણ સેપ્સિસ કહેવાય છે. આ પ્રકારના દર્દીઓમાં 50 ટકાના મોત થાય છે. આ પ્રકારના ઇન્જેક્શનને કારણે આંતરડા પર દબાણ વધે છે. તે ઉપરાંત આંતરડાની ખોરાક પચાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે.
