વેમ્બલીમાં ગેરકાયદેસર તમાકુ વેચતા નમકીન પાન હાઉસને 9000 પાઉન્ડનો દંડ
વેમ્બલીમાં ઈલિંગ રોડ પર આવેલી નમકીન પાન હાઉસને ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનોના વેચાણ સંબંધિત ગુનાઓ માટે 9,000થી વધુ પાઉન્ડનો દંડ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.
લંડનઃ વેમ્બલીમાં ઈલિંગ રોડ પર આવેલી નમકીન પાન હાઉસને ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનોના વેચાણ સંબંધિત ગુનાઓ માટે 9,000થી વધુ પાઉન્ડનો દંડ ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. બ્રેન્ટ કાઉન્સિલ ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સની તપાસ દરમિયાન આ દુકાનમાંથી આશરે 17,500 પાઉન્ડની કિંમતનો ગેરકાયદેસર તમાકુનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ચાવવાની તમાકુના 1500 પેકેટ સામેલ હતા જેના પર યુકેમાં સંપુર્ણ પ્રતિબંધ છે. અદાલતે આ બાબતને સરકારી નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું હતું. કોર્ટે કંપની અને તેના ડિરેક્ટર પર કુલ 9,233 પાઉન્ડનો દંડ અને ખર્ચ લાદ્યો હતો.
