વેલ્સમાં સગીરાઓ પર બળાત્કાર સહિતના અપરાધોમાં જસવિંદર સહિત પાંચ દોષી

વેલ્સમાં બાળકોના જાતીય શોષણ અને માનવ તસ્કરીના કેસમાં ભારતીય મૂળના 61 વર્ષીય જસવિંદર સિંહ સહિત પાંચ વ્યક્તિને દોષી ઠેરવાયા છે. આ તમામ 3 સગીરાઓ સાથે 40થી વધુ અપરાધોમાં સંડોવાયેલા માલૂમ પડ્યા હતા.
લંડનઃ વેલ્સમાં બાળકોના જાતીય શોષણ અને માનવ તસ્કરીના કેસમાં ભારતીય મૂળના 61 વર્ષીય જસવિંદર સિંહ સહિત પાંચ વ્યક્તિને દોષી ઠેરવાયા છે. આ તમામ 3 સગીરાઓ સાથે 40થી વધુ અપરાધોમાં સંડોવાયેલા માલૂમ પડ્યા હતા.
કાએર્નાફોર્ન ક્રાઉન કોર્ટ દ્વારા જસવિંદરને માનવ તસ્કરીના બે અને ગાંજો સપ્લાય કરવાના આરોપસર દોષી ઠેરવાયો હતો. તેની સાથે મોહમ્મદ ઉસ્માન અરશદ, ઝિયાઉલ્લાહ બાદશાહ, મુસ્તફા ઇકબાલ અને સારા ગ્રેને બળાત્કાર, માનવ તસ્કરી, બાળકોના જાતીય શોષણ, ડ્રગના સપ્લાય અને ન્યાયને અવરોધવાના આરોપસર દોષી ઠેરવાયા હતા.
