શાહરુખ ભારતનો નં.1 સૌથી કિંમતી સેલિબ્રિટી બ્રાન્ડઃ ટોપ-25માં 12 અભિનેત્રી

શાહરુખ ભારતનો નં.1 સૌથી કિંમતી

ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના ટોચના 25 સેલિબ્રિટી બ્રાન્ડ્સની કુલ બ્રાન્ડ વેલ્યુ 2 બિલિયન ડોલર છે. અને સેલિબ્રિટી બ્રાન્ડમાં શાહરુખ સર્વોચ્ચ સ્થાને છે. આ વર્ષે યાદીમાં 13 પુરુષ અને 12 મહિલા સેલિબ્રિટીઝનો સમાવેશ થયો છે. રિપોર્ટમાં બ્રાન્ડ વેલ્યુનું મુલ્યાંકન સેલિબ્રિટીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો અને સોશિયલ મીડિયા પ્રભાવના આધારે કરાય છે.

ભારતીય ફિલ્મઉદ્યોગના ‘કિંગ ખાન’ શાહરુખ ખાને માત્ર અભિનયમાં જ નહીં, સેલિબ્રિટી બ્રાન્ડ તરીકે પણ બાદશાહત જાળવી રાખી છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ રિસ્ક અને એડવાઈઝરી કંપની ક્રોલ દ્વારા જાહેર કરાયેલા સેલેબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ 2025 મુજબ ભારતના ટોચના 25 સેલિબ્રિટી બ્રાન્ડ્સની કુલ બ્રાન્ડ વેલ્યુ 2 બિલિયન ડોલર છે. અને સેલિબ્રિટી બ્રાન્ડમાં શાહરુખ સર્વોચ્ચ સ્થાને છે. આ વર્ષે યાદીમાં 13 પુરુષ અને 12 મહિલા સેલિબ્રિટીઝનો સમાવેશ થયો છે. રિપોર્ટમાં બ્રાન્ડ વેલ્યુનું મુલ્યાંકન સેલિબ્રિટીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો અને સોશિયલ મીડિયા પ્રભાવના આધારે કરાય છે.

રણવીરે વિરાટને પાછળ છોડયો

આ વર્ષે શાહરુખ ખાન 177.9 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યૂ સાથે પ્રથમ સ્થાને છે, જે ગયા વર્ષે ત્રીજા ક્રમે હતો. રણવીર સિંહ 162.9 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે બીજા સ્થાને છે અને તેણે વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. ગયા વર્ષે પ્રથમ ક્રમે રહેલો વિરાટ આ વર્ષે 158.4 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ત્રીજા સ્થાને સરકી ગયો છે. રિતીક રોશન એક સ્થાનનો સુધારો કરીને 88.9 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે આઠમા ક્રમે છે. અને તેની પાછળ અમિતાભ બચ્ચન નવમા સ્થાને (80.8 મિલિયન ડોલર) છે, જ્યારે અક્ષય કુમાર અને રણબીર કપૂર 80 મિલિયન ડૉલરની બ્રાન્ડ વેલ્યુ સાથે સંયુક્ત રીતે દસમા સ્થાને છે.

યાદીમાં એક પણ સાઉથ ઇંડિયન સુપરસ્ટાર નહીં

આ વર્ષની યાદીનું સૌથી મોટું આશ્ચર્ય એ રહ્યું કે અલ્લુ અર્જુન, પ્રભાસ, રામ ચરણ, જુનિયર એનટીઆર અને મહેશ બાબુ જેવા દક્ષિણ ભારતના લોકપ્રિય પુરુષ સુપરસ્ટાર્સને ટોપ-25માં પણ સ્થાન મળ્યું નથી. ખાસ કરીને અલ્લુ અર્જુન ગયા વર્ષની યાદીમાં સામેલ હતો, પરંતુ આ વર્ષે સાઉથ ઇન્ડસ્ટ્રીના કોઈપણ પુરુષ અભિનેતાને સ્થાન મળ્યું નથી. જોકે, રશ્મિકા મંદાના અને સામંથા રૂથ પ્રભુ સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પ્રતિનિધિત્વ કરી રહી છે, જે મહિલા કલાકારોની વધતી વ્યાવસાયિક લોકપ્રિયતા દર્શાવે છે.

ટોપ-25માં 12 અભિનેત્રીનો દબદબો

આ વર્ષે ટોપ-25માં અભિનેત્રીઓની સંખ્યા 9થી વધીને 12 થઈ છે. નવી એન્ટ્રીઓમાં નોંધપાત્ર ઉછાળો થયો છે. આ વર્ષે સામંથા રૂથ પ્રભુ, જ્હાન્વી કપૂર અને શ્રદ્ધા કપૂરે પ્રથમ વખત ટોપ-25માં સ્થાન મેળવ્યું છે. સાથે જ કેટલીક અભિનેત્રીઓએ નોંધપાત્ર સુધારો કર્યો છે. રિપોર્ટ મુજબ બ્રાન્ડ્સ હવે એવી અભિનેત્રીઓમાં વધુ રોકાણ કરી રહી છે, જે થિયેટર ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ પર પણ મજબુત હાજરી ધરાવતી હોય.

ડિજિટલ પ્લેટફોર્મ્સનું વધતું મહત્વ

ક્રોલના અહેવાલ મુજબ સેલિબ્રિટી બ્રાન્ડિંગમાં હવે ડિજિટલ પ્લેટફોર્મ્સની ભુમિકા સતત વધી રહી છે. અગાઉ જ્યાં ડિજિટલ કેમ્પેઈન્સ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયોના 40થી 60 ટકા હિસ્સો ધરાવતા હતા, ત્યાં હવે ઘણા જાણીતા સેલિબ્રિટીઓ માટે આ પ્રમાણ 60થી 75 ટકા સુધી પહોંચી ગયું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે બ્રાન્ડ્સ હવે વધુ વ્યાપક પહોંચ અને વ્યક્તિગત માર્કેટિંગ માટે ડિજિટલ-ફર્સ્ટ અભિગમ અપનાવી રહી છે, જેના કારણે સોશિયલ મીડિયા પ્રભાવ સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુનું મહત્વનું પરિબળ બની ગયું છે. ક્રોલની આ રેન્કિંગ સેલિબ્રિટીના બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પોર્ટફોલિયો અને સોશિયલ મીડિયા પ્રભાવના આધારે તૈયાર કરાઇ છે. તેને માત્ર બોક્સ ઓફિસ સફળતા કે લોકપ્રિયતાના માપદંડ તરીકે જોવું યોગ્ય નથી.

શાહરુખ ભારતનો નં.1 સૌથી કિંમતી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.