સપ્ટેમ્બરથી 65થી 74 વર્ષના વૃદ્ધોને પણ આરએસવી રસી અપાશે

સપ્ટેમ્બરથી 65થી 74 વર્ષના વૃદ્ધોને પણ આરએસવી રસી અપાશે

એનએચએસ દ્વારા ઇંગ્લેન્ડમાં 65થી 74 વર્ષની વય ધરાવતા દર્દીઓ માટે સપ્ટેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરાઇ છે. એનએચએસના જણાવ્યા અનુસાર, રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ (આરએસવી) રસીકરણ કાર્યક્રમનો વ્યાપ વધારીને ચોક્કસ તબીબી જોખમ ધરાવતા 65થી 74 વર્ષના વયસ્કોને પણ તેમાં આવરી લેવામાં આવશે.

લંડનઃ એનએચએસ દ્વારા ઇંગ્લેન્ડમાં 65થી 74 વર્ષની વય ધરાવતા દર્દીઓ માટે સપ્ટેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરાઇ છે. એનએચએસના જણાવ્યા અનુસાર, રેસ્પિરેટરી સિન્સિટીયલ વાયરસ (આરએસવી) રસીકરણ કાર્યક્રમનો વ્યાપ વધારીને ચોક્કસ તબીબી જોખમ ધરાવતા 65થી 74 વર્ષના વયસ્કોને પણ તેમાં આવરી લેવામાં આવશે.

વર્ષ 2024થી 75 વર્ષની વય પૂર્ણ કરનારા વયસ્કો માટે આરએસવી રસી ઉપલબ્ધ કરાવાઇ હતી. 1 એપ્રિલ 2026થી આ કાર્યક્રમનો વિસ્તાર કરીને 80 વર્ષ કે તેથી વધુ વયના તમામ નાગરિકો તેમજ કેર હોમમાં રહેતા વૃદ્ધોને પણ તેમાં સાંકળી લેવાયા હતા.

સંયુક્ત સમિતિની ભલામણ અનુસાર, 1 સપ્ટેમ્બર 2026થી આ પાત્રતાના માપદંડોમાં વધુ વિસ્તરણ કરવામાં આવશે. જેમાં શ્વાસ સંબંધિત ગંભીર બીમારીઓ ધરાવતા અથવા ચોક્કસ રોગ કે સારવારના કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા 65થી 74 વર્ષના લોકોને પણ આ રસી આપવામાં આવશે.

સપ્ટેમ્બરથી 65થી 74 વર્ષના વૃદ્ધોને પણ આરએસવી રસી અપાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.