સાઉથહોલ શ્રાવણ માસ પૂર્વે શિવમય બન્યુંઃ ગીરીબાપુની શિવકથામાં ભક્તો ઉમટ્યા

સાઉથહોલ શ્રાવણ માસ પૂર્વે શિવ

સાઉથહોલ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાકાર પૂજ્ય ગીરીબાપુના વ્યાસાસને નવ દિવસીય ભવ્ય શિવકથાનું સફળતાપૂર્વક અને દિવ્ય આયોજન કરાયું હતું. વિદેશની ધરતી પર પહેલી વખત આટલા મોટા પાયે યોજાયેલી શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને કથામૃતનો લાભ લીધો હતો.

લંડનઃ સાઉથહોલ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કથાકાર પૂજ્ય ગીરીબાપુના વ્યાસાસને નવ દિવસીય ભવ્ય શિવકથાનું સફળતાપૂર્વક અને દિવ્ય આયોજન કરાયું હતું. વિદેશની ધરતી પર પહેલી વખત આટલા મોટા પાયે યોજાયેલી શિવકથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને કથામૃતનો લાભ લીધો હતો.
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવાને ગણતરીના દિવસો બાકી હતા ત્યારે યોજાયેલી આ શિવકથા દરમિયાન સાઉથહોલનું સમગ્ર વાતાવરણ પૂ. ગીરીબાપુની અમૃતમય વાણીથી ભક્તિમય અને ‘શિવમય’ બની ગયું હતું. કથાના નવેનવ દિવસ દરમિયાન શિવભક્તોનો અદભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. લંડનમાં વસતા ગુજરાતીઓ અને અન્ય ભારતીયોને એવો અહેસાસ થયો હતો કે જાણે શ્રાવણ માસ વહેલો શરૂ થઈ ગયો હોય! કથા દરમિયાન સમગ્ર માહોલ ખૂબ જ સકારાત્મક, શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક રહ્યો હતો. ગીરીબાપુની સંગીતમય શૈલીમાં શિવમહિમા સાંભળીને લંડનવાસીઓ ભાવવિભોર બન્યા હતા. નવ દિવસ સુધી ચાલેલો શિવભક્તિનો આ મહાસંગમ લંડનના આંગણે એક ઐતિહાસિક અને યાદગાર પ્રસંગ બની રહ્યો છે.

સાઉથહોલ શ્રાવણ માસ પૂર્વે શિવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.