સાબુદાણા વડાં
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: દોઢ કપ - સાબુદાણા • એક કપ - બાફેલા બટાટાનો માવો • અડધો કપ - શેકેલા સિંગદાણાનો અધકચરો ભુક્કો • એક ટિસ્પૂન - જીરું • એક ટી સ્પૂન - ખમણેલું આદું • દોઢ ચમચી - ઝીણાં સમારેલાં લીલાં મરચાં • બે ટેબલસ્પૂન - ઝીણી સમારેલી કોથમીર • દોઢ ટીસ્પૂન - લીંબુ રસ
• મીઠું સ્વાદ અનુસાર • તળવા માટે તેલ
રીત: સાબુદાણા સાફ કરીને ધોઈ લો અને આશરે પોણા ત્રણ કપ પાણીમાં ચારથી પાંચ કલાક પલાળી રાખો. ખાસ ધ્યાન રાખો કે સાબુદાણા પાણી શોષીને ફૂલી ગયા હોય. પલળીને પોચા થયેલા સાબુદાણામાં બાકી રહેલી વસ્તુઓ મેળવીને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણના સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળ ચપટાં વડાંનો આકાર આપી બાજુ પર રાખો. એક ઊંડા પેનમાં તેલ ગરમ કરી વડાંને મધ્યમ તાપે બંને બાજુ આછા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકાં થવા ટિશ્યૂ પેપર પર કાઢી લો. લીલી ચટણી અને મીઠા દહીં સાથે ગરમ ગરમ પીરસો.
