સીટબેલ્ટ ન બાંધવા પર ડ્રાઇવિંગ લાયસન્સમાં ઉમેરાશે પેનલ્ટી પોઇન્ટ્સ
સરકારની નવી માર્ગ સુરક્ષા નીતિ અંતર્ગત ડ્રાઇવિંગના નિયમો વધુ કડક બનાવવા જઈ રહી છે. નવા પ્રસ્તાવ મુજબ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ ન બાંધનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ પર ત્રણ પેનલ્ટી પોઇન્ટ્સ ઉમેરાશે.
લંડનઃ સરકારની નવી માર્ગ સુરક્ષા નીતિ અંતર્ગત ડ્રાઇવિંગના નિયમો વધુ કડક બનાવવા જઈ રહી છે. નવા પ્રસ્તાવ મુજબ કાર ચલાવતી વખતે સીટબેલ્ટ ન બાંધનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને તેમના ડ્રાઇવિંગ લાયસન્સ પર ત્રણ પેનલ્ટી પોઇન્ટ્સ ઉમેરાશે.
આ કડક પગલાંનો મુખ્ય હેતુ માર્ગ અકસ્માતો ઘટાડવાનો અને વાહનચાલકોને સુરક્ષા નિયમોનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. અગાઉથી લાયસન્સ પર પોઇન્ટ્સ ધરાવતા વાહનચાલકો માટે આ નવો નિયમ ડ્રાઇવિંગ પર પ્રતિબંધ તરફ દોરી શકે છે. આ પેનલ્ટી પોઇન્ટ્સ ભારે આર્થિક દંડ ઉપરાંત લાગુ કરવામાં આવશે.
રસ્તાઓ પર અકસ્માતો અને ગંભીર ઇજાઓ થવા પાછળ સીટબેલ્ટ ન બાંધવો એ એક મુખ્ય કારણ માનવામાં આવે છે. આ નિયમભંગને ઝડપી પાડવા માટે હવે રસ્તાઓ પર આધુનિક એઆઇ કેમેરા પણ તૈનાત કરવામાં આવી રહ્યા છે, જે સીટબેલ્ટ ન પહેરેલા ચાલકોને સરળતાથી શોધીને દંડ ફટકારશે.
