હવે યુએસમાં જન્મ લેનારા વિદેશીઓના સંતાનોને નાગરિકતા નહીં

હવે યુએસમાં જન્મ લેનારા વિદેશ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે બર્થરાઈટ નાગરિક્તા અને બર્થ ટુરિઝમ અંગે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશોથી હવે વિદેશીના અમેરિકામાં જન્મ લેનારા સંતાનોને યુએસ સિટિઝનશિપ નહીં મળે. સાથે સાથે જ માત્ર સંતાનોને યુએસ સિટિઝન બનાવવા બર્થ ટુરિઝમ પર આવતા વિદેશી પર નિયંત્રણ મૂકાશે.

વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ટ્રમ્પે બર્થરાઈટ નાગરિક્તા અને બર્થ ટુરિઝમ અંગે બે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ આદેશોથી હવે વિદેશીના અમેરિકામાં જન્મ લેનારા સંતાનોને યુએસ સિટિઝનશિપ નહીં મળે. સાથે સાથે જ માત્ર સંતાનોને યુએસ સિટિઝન બનાવવા બર્થ ટુરિઝમ પર આવતા વિદેશી પર નિયંત્રણ મૂકાશે. સુપ્રીમ કોર્ટે જન્મના આધારે નાગરિક્તા અંગે ટ્રમ્પના અગાઉના આદેશ ફગાવી દીધાના કેટલાક સપ્તાહમાં જ ટ્રમ્પે બે નવા ઓર્ડર જાહેર કર્યા છે. ટ્રમ્પે છઠ્ઠી ઓગસ્ટે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનો અગાઉનો ચૂકાદો દુર્ભાગ્યપૂર્ણ હતો. જોકે, અમે આ મુદ્દે સમાધાન કર્યું છે અને નવા આદેશ સુપ્રીમના ચૂકાદા સાથે ટકરાતા નથી. ટ્રમ્પનો નવો આદેશ કમર્શિયલ બર્થ ટુરિઝમને ટાર્ગેટ કરે છે. તેના હેઠળ હવે અમેરિકામાં એવા લોકોને પ્રવેશ નહીં મળે, જે માત્ર બાળકોને જન્મ આપવા માટે અમેરિકા આવે છે.

વ્હાઈટ હાઉસના જણાવ્યા મુજબ બર્થ ટુરિઝમ એવી પ્રથા છે જ્યાં ગર્ભવતી મહિલાઓ માત્ર અમેરિકન ધરતી પર બાળકોને જન્મ આપીને તેને અમેરિકન નાગરિક્તા અપાવવા માટે અમેરિકાનો પ્રવાસ કરે છે. નવા નિયમ હેઠળ વિઝિટર વિઝાના અરજદારો પર વધુ કડકાઈથી તપાસ થશે. અધિકારીઓને વિઝા પ્રવાસી અંગે બર્થ ટુરિઝમની આશંકા જશે તો તેઓ અરજીને નકારી કાઢશે અથવા તેને મુલતવી રાખી શકશે.
ટ્રમ્પ સરકારનો દાવો છે કે નવા આદેશ વ્યાપક સ્તરે વસાહતીઓના બદલે પસંદગીની કેટેગરીના વિદેશી લોકોને જ ટાર્ગેટ કરે છે. અમેરિકન સુપ્રીમ કોર્ટે 30 જૂન 2026ના રોજ 6-3ની બહુમતીથી જન્મના આધારે નાગરિક્તા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પના જૂના કાર્યકારી આદેશોને નકારી કાઢ્યા હતા. સુપ્રીમે કહ્યું હતું કે, 100 વર્ષથી વધુ જૂના કાયદાના આશયને માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડરથી રદ નકારી શકાય નહીં.

હવે યુએસમાં જન્મ લેનારા વિદેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.