હિટ વેવની ગરમીમાં ઠંડા ઠંડા કૂલ કૂલ

હિટવેવથી તોબા પોકારી ગયેલા બ્રિટનવાસીઓ માટે જાપાનથી તન-મનને ઠંડા ઠંડા કુલ કુલ કરી દે તેવા સમાચાર આવ્યા છે. જાપાને ‘હ્યુમન ફ્રીજ’ નામનું મશીન વિકસાવ્યું છે. ગરમીથી બચવા લોકો સામાન્ય રીતે એસી, કૂલર અને પંખાનો ઉપયોગ કરે છે, પરંતુ જાપાને હવે તેનાથી પણ એક પગલું આગળ વધી ગયું છે. આ કોઈ મજાક નથી, પરંતુ હકીકત છે. માન્યામાં ન આવતું હોય તો જોઇ લો ફોટો.... આ એક એવું મશીન છે જેમાં વ્યક્તિ પોતે અંદર ઊભો રહીને થોડા જ મિનિટોમાં શરીરને ઠંડકનો અહેસાસ કરાવી શકે છે.
ટોક્યોઃ હિટવેવથી તોબા પોકારી ગયેલા બ્રિટનવાસીઓ માટે જાપાનથી તન-મનને ઠંડા ઠંડા કુલ કુલ કરી દે તેવા સમાચાર આવ્યા છે. જાપાને ‘હ્યુમન ફ્રીજ’ નામનું મશીન વિકસાવ્યું છે. ગરમીથી બચવા લોકો સામાન્ય રીતે એસી, કૂલર અને પંખાનો ઉપયોગ કરે છે, પરંતુ જાપાને હવે તેનાથી પણ એક પગલું આગળ વધી ગયું છે. આ કોઈ મજાક નથી, પરંતુ હકીકત છે. માન્યામાં ન આવતું હોય તો જોઇ લો ફોટો.... આ એક એવું મશીન છે જેમાં વ્યક્તિ પોતે અંદર ઊભો રહીને થોડા જ મિનિટોમાં શરીરને ઠંડકનો અહેસાસ કરાવી શકે છે.
જાપાનના ગુનમા પ્રિફેક્ટરના માએબાશી સિટી હોલમાં આ મશીનનું એક યુનિટ સ્થપાયું છે, જ્યાં લોકો ઓફિસના સમય દરમિયાન તેનો મફતમાં ઉપયોગ કરી શકે છે. સ્વાભાવિક છે કે તેનો હેતુ કાળઝાળ ગરમીથી તોબા પોકારી ગયેલા લોકોને ઠંડક અને રાહત પૂરી પાડવાનો છે.
જાપાનની રેફ્રિજરેશન કંપની એસડીઆરએસએ ‘ડો. હિએમોન બોક્સ’ નામનું આ કૂલિંગ બોક્સ તૈયાર કર્યું છે. ખાસ તડકામાં લાંબા સમય સુધી કામ કરતા લોકો માટે તેને ડિઝાઇન કરવામાં આવ્યું છે. હાલ આ મશીનની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે.
આ મશીન દેખાવમાં જાપાનના વેન્ડિંગ મશીન જેવુ છે અને તેમાં એક સમયે માત્ર એક વ્યક્તિ ઊભી રહી શકે છે. બોક્સની અંદરનું તાપમાન આશરે 15 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. જેવી કોઈ વ્યક્તિ અંદર પ્રવેશે છે કે મશીન તેના માથા, ગરદન, ખભા અને પીઠ તરફ ઠંડી હવાની લહેરખી છોડે અને ગરમીથી રાહત અનુભવે છે.
