અનોખું સન્માનઃ યુએસના જેકસન સિટીમાં દર વર્ષે મનાવાશે જ્ઞાનવત્સલ સ્વામી દિવસ

અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જ્હોન હોર્ને આઠ જુલાઈના દિવસને ‘પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.
અમેરિકાના મિસિસિપી રાજ્યના જેક્સન શહેરના મેયર જ્હોન હોર્ને આઠ જુલાઈના દિવસને ‘પૂજ્ય ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જેક્સનમાં યોજાયેલા શાનદાર સમારોહમાં આ ઐતિહાસિક પ્રોક્લેમેશન (જાહેરનામું) ડો. જ્ઞાનવત્સલ સ્વામીને સુપ્રત કરતા મેયર જ્હોન વોર્ને કહ્યું હતું કે સ્વામીશ્રીએ વિશ્વભરના અસંખ્ય લોકોને પ્રામાણિકતા, કરુણા અને નિઃસ્વાર્થ સેવાના મૂલ્યો પર આધારિત જીવન જીવવા માટે પ્રેરિત કર્યા છે. તેમના આ અમૂલ્ય યોગદાન અને પ્રેરણાદાયી નેતૃત્વને બિરદાવવા આ સન્માન એનાયત કરાયું છે. આ પ્રસંગે 1000 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. જ્ઞાનવત્સલ સ્વામીના પ્રદાનને બિરદાવ્યું હતું.
