અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં 41 માળની બિલ્ડિંગને મંજૂરી અપાઈ

સતત વિસ્તરતા અને આધુનિકતા તરફ વધતા અમદાવાદ શહેરમાં જમીનની મર્યાદિત ઉપલબ્ધતા વચ્ચે હવે વર્ટિકલ ડેવલપમેન્ટ એટલે કે બહુમાળી ઇમારતો અનિવાર્ય છે. એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડના વિકાસ બાદ હવે શહેરીજનો અને બિલ્ડરોની પ્રથમ પસંદગી સાયન્સ સિટી વિસ્તાર બન્યો છે. ભવિષ્યની આ જરૂરિયાતોને ધ્યાને લઈ કોર્પોરેશને આ વિસ્તારમાં ગગનચુંબી ઇમારતોના નિર્માણ માટે લીલીઝંડી આપી છે.
અમદાવાદઃ સતત વિસ્તરતા અને આધુનિકતા તરફ વધતા અમદાવાદ શહેરમાં જમીનની મર્યાદિત ઉપલબ્ધતા વચ્ચે હવે વર્ટિકલ ડેવલપમેન્ટ એટલે કે બહુમાળી ઇમારતો અનિવાર્ય છે. એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડના વિકાસ બાદ હવે શહેરીજનો અને બિલ્ડરોની પ્રથમ પસંદગી સાયન્સ સિટી વિસ્તાર બન્યો છે. ભવિષ્યની આ જરૂરિયાતોને ધ્યાને લઈ કોર્પોરેશને આ વિસ્તારમાં ગગનચુંબી ઇમારતોના નિર્માણ માટે લીલીઝંડી આપી છે.
ભવિષ્યમાં અમદાવાદમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી વૈશ્વિક ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. આ વૈશ્વિક રમત મહોત્સવના યજમાન તરીકે અમદાવાદમાં લાખો વિદેશી રમતવીરો, કોચ, મંત્રીઓ અને વૈશ્વિક મીડિયા પ્રતિનિધિઓ આવશે. આ મહેમાનોને વિશ્વસ્તરીય રહેણાક સુવિધા મળી રહે તે માટે હાઇરાઇઝ બિલ્ડિંગોને મંજૂરી અપાઈ રહી છે. આ ઈમારતો માત્ર આવાસ નહીં, પરંતુ આધુનિક સગવડોથી સજજ સેલ્ફ-સસ્ટેન્ડ ટાઉનશિપ જેવી હશે. સાયન્સ સિટીથી હેબતપુર રોડ પર 149.95 મીટરની ઊંચાઈ ધરાવતી બિલ્ડિંગની મંજૂરી અપાઈ છે. આ ગગનચુંબી ટાવરમાં વાહનોના વિશાળ પાર્કિંગ માટે 3 પાર્કિંગ ફ્લોર અને તેની ઉપર 41 માળનું બાંધકામ કરાશે. આ ઉપરાંત સાયન્સ સિટી રોડ પર પણ 108.50 મીટરની ઊંચાઈ સાથે 3 બેઝમેન્ટ અને 31 માળ સુધીના વૈભવી રહેણાક બિલ્ડિંગના નકશા પાસ કરાયા છે.
