અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસ-વેને હવે ભાવનગર સુધી લંબાવાશે

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી 3 મહિનામાં શરૂ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઇવેનાં કામોની સમીક્ષા બેઠકમાં આ જાહેરાત કરી હતી. આ એક્સપ્રેસ-વે શરૂ થતાં અમદાવાદથી ભાવનગર માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે, જે હાલ 4 કલાકનો સમય થાય છે.
ગાંધીનગરઃ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાનું કામ આગામી 3 મહિનામાં શરૂ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના નેશનલ હાઇવેનાં કામોની સમીક્ષા બેઠકમાં આ જાહેરાત કરી હતી. આ એક્સપ્રેસ-વે શરૂ થતાં અમદાવાદથી ભાવનગર માત્ર 2 કલાકમાં પહોંચી શકાશે, જે હાલ 4 કલાકનો સમય થાય છે.
કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના નેશનલ હાઇવેનાં કામોની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકના પ્રેઝન્ટેશનમાં મુખ્યત્વે વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે-48ના સિક્સલેન, મોરબી-સામખિયાળી માર્ગ પરના સામખિયાળી-માળિયા સેક્શન પરનાં કામો, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ તેમજ જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર અને અમદાવાદ-શામળાજી સિક્સલેન પ્રોજેક્ટ્સની વિગતો આપી હતી.
