અમેરિકાએ ઈરાન સામે વાપરેલાં રિપર ડ્રોન ભારત ખરીદશે

ભારતીય સશસ્ત્ર દળો દુશ્મન દેશો પર નજર રાખવા માટે ક્ષમતા વધારી રહ્યા છે. જે અંતર્ગત ભારત અમેરિકા પાસેથી 31 એમક્યૂ-9 રિપર ડ્રોનની ખરીદવા જઈ રહ્યું છે. અમેરિકા સાથે કરાર મુજબ ભારતીય નેવીને 15, જ્યારે આર્મી અને એરફોર્સને 8-8 ડ્રોન સોંપાશે. આ ડ્રોન અત્યંત આધુનિક ગણાય છે, કેમ કે તેની ઉડાન ક્ષમતા 40 કલાકથી પણ વધુની છે, સાથે જ તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ હોય છે.
નવી દિલ્હીઃ ભારતીય સશસ્ત્ર દળો દુશ્મન દેશો પર નજર રાખવા માટે ક્ષમતા વધારી રહ્યા છે. જે અંતર્ગત ભારત અમેરિકા પાસેથી 31 એમક્યૂ-9 રિપર ડ્રોનની ખરીદવા જઈ રહ્યું છે. અમેરિકા સાથે કરાર મુજબ ભારતીય નેવીને 15, જ્યારે આર્મી અને એરફોર્સને 8-8 ડ્રોન સોંપાશે. આ ડ્રોન અત્યંત આધુનિક ગણાય છે, કેમ કે તેની ઉડાન ક્ષમતા 40 કલાકથી પણ વધુની છે, સાથે જ તેમાં સેટેલાઇટ કનેક્ટિવિટી પણ હોય છે.
