અમેરિકામાં રોબોટ ફાર્માસિસ્ટ વિના જાતે જ દર્દીને દવા આપશે!

અમેરિકાની સ્ટાર્ટઅપ કંપની ‘ક્યૂ’ (Queue)એ વિશ્વની પ્રથમ ફુલ્લી ઓટોનોમસ (સંપૂર્ણ સ્વચાલિત) રોબોટિક ફાર્મસી લોન્ચ કરવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ દવાની સીલબંધ બોટલ લઇને દર્દીની જરૂરત અનુસાર દવા ભરવાનું, તેની તપાસ કરવાનું અને તૈયાર પેકેટ સોંપવા સુધીનું તમામ કામ આપમેળે કરી શકે છે. આ માટે ફાર્મસી સ્ટોર પર ફાર્માસિસ્ટની હાજરીની જરૂર રહેશે નહીં.

વોશિંગ્ટનઃ અમેરિકાની સ્ટાર્ટઅપ કંપની ‘ક્યૂ’ (Queue)એ વિશ્વની પ્રથમ ફુલ્લી ઓટોનોમસ (સંપૂર્ણ સ્વચાલિત) રોબોટિક ફાર્મસી લોન્ચ કરવાનો દાવો કર્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ દવાની સીલબંધ બોટલ લઇને દર્દીની જરૂરત અનુસાર દવા ભરવાનું, તેની તપાસ કરવાનું અને તૈયાર પેકેટ સોંપવા સુધીનું તમામ કામ આપમેળે કરી શકે છે. આ માટે ફાર્મસી સ્ટોર પર ફાર્માસિસ્ટની હાજરીની જરૂર રહેશે નહીં.

હાલમાં આ પ્લેટફોર્મ અમેરિકામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી 250 દવાનું સંચાલન કરી શકે છે. કંપનીનો દાવો છે કે આનાથી પરંપરાગત ફાર્મસીની સરખામણીમાં દવા વિતરણનો ખર્ચ 96 ટકા સુધી ઓછો થઈ શકે છે. ‘ક્યૂ’એ આ ટેકનોલોજીના વિસ્તરણ માટે તાજેતરમાં જ 1.26 કરોડ ડોલરનું ફંડિંગ એકત્ર કર્યું છે. આ અગાઉ કંપનીએ 60 લાખ ડોલરનું પ્રી-સીડ ફંડિંગ પણ મેળવ્યું હતું, જેથી આ પ્રોજેક્ટ માટે કંપનીનું કુલ ફંડિંગ 1.86 કરોડ ડોલર પર પહોંચી ગયું છે. આ ફંડિંગ રાઉન્ડનું નેતૃત્વ અલ્લીકોર્પ કંપની દ્વારા કરાયું છે. આ રોબોટિક સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને કમ્પ્યુટર વિઝન ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે.

અમેરિકામાં રોબોટ ફાર્માસિસ્ટ વિના જાતે જ દર્દીને દવા આપશે!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.